Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેહુલ ચોક્સીની સોંપણી પર ડોમિનિકાની કોર્ટનો સ્ટે-ઓર્ડર

કેરીબિયન સમુહના ટાપુઓમાંના એક, ડોમિનિકા ટાપુરાષ્ટ્રમાંની સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા અને ભાગેડૂ જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું ડોમિનિકામાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી સામે મનાઈ હૂકમ આપ્યો છે. કોર્ટ ઓર્ડરમાં જણાવાયું છે કે, પ્રતિવાદીઓને આ ઓર્ડર ઈમેલ અને ફેક્સ તથા વ્યક્તિગત રીતે તાત્કાલિક રીતે મોકલવો. તેમજ ડગ્લાસ ચાર્લ્સ એરપોર્ટ ખાતેના ઈમિગ્રેશન વડાને પણ આ ઓર્ડર ઈમેલ તથા ફેક્સ દ્વારા મોકલી દેવો. કોર્ટ આ કેસમાં હવે પછીની સુનાવણી ૨૮ મેએ સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગ્યે કરશે.
ડોમિનિકામાં, ચોક્સીના વકીલોએ કોર્ટમાં હેબીયસ કોર્પસ પીટિશન નોંધાવી હતી હતી. ચોક્સીના લીગલ કાઉન્સેલ વિજય અગ્રવાલ અને વકીલ વેન માર્શે એવો આક્ષેપ કર્યો હતો કે એમના અસીલ ચોક્સીને પોતાની રજૂઆત કરતા રોકવામાં આવ્યા છે. એમને કાનૂની અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે અને એમને પોતાના વકીલોને મળવા દેવાતા નથી.

Related posts

चालान का कहर: 1 लाख 41 हजार का चालान कटा..!

aapnugujarat

अहमद पटेल के घर ED की छापेमारी

editor

देश के खतरनाक नेशनल हाईवे की सुरक्षा करेगी सीआईएसएफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1