Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસનું કામ વાંધા કાઢવાનું છે, અમે પ્રજાલક્ષી કામગીરી કરીએ છીએ : નીતિન પટેલ

અમદાવાદના એસજી હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી જવા હાલ જે એક કલાકનો સમય થાય છે, તે હવે પછીના સમયગાળામાં માત્ર ૨૦ મિનિટનો થઈ જશે. આજે વધુ એક ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આગામી સમયમાં હવે અમદાવાદ-ગાંધીનગર જતા ટ્રાફિકની સમસ્યા નહીં નડે. જીય્ હાઈવે પર વધુ એક બ્રિજ તૈયાર થઈ ગયો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસેનો ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. રૂ.૨૮ કરોડના ખર્ચે થ્રી લેયર સ્ટ્રક્ચર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આજે ખોડિયાર કન્ટેનર ડેપોનું કામ પૂર્ણ થતાં તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં વૈષ્ણોદેવી ફ્લાય ઓવર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આજે રાજ્યના ડે.સીએમ નીતિન પટેલે વૈષ્ણોદેવી ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી.
ડે.સીએમ નીતિન પટેલે વૈષ્ણોદેવી ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરવ્યા આવ્યા હતા. ત્યારે તેમની ગુજરાતમાં ચાલી રહેલી ગતિવિધિઓને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તાઉ તે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગાંમડાઓમાં મોટું નુકસાન થયું છે. બગાયતી પાકોમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે રાજ્યના ૪ જિલ્લા માટે રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, સરકારે તો ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ કોંગ્રેસ ક્યારેય પેકેજને આવકારવાની નથી. અમે પ્રજાલક્ષી કામગીરી કરીએ છીએ. બીજી બાજુ કોરોના સામે વેક્સિનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જણાવીને આગામી સમયમાં લોકોને મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવા માટે ૩ કરોડ વેક્સિનનો ઓર્ડર અપાયો હોવાનું કહ્યું હતું.

Related posts

ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીના જન્મ દિવસે 65 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

aapnugujarat

भावनगर जिला पंचायत के तहत के सरकारी कार्यालयों में सफाई कॉन्ट्राक्ट देने का निर्णय रद्द

aapnugujarat

નળસરોવર ગુજરાતનું સૌથી વધારે દૂષિત જળાશય

editor

Leave a Comment

UA-96247877-1