Aapnu Gujarat
ગુજરાત

સિહોરનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે,ખનીજ સંપત્તિનાં ગેરકાયદેસર કારોબાર સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં નેસડા ખાતે રોયલ્ટી વિનાનાં ચાર ડમ્પરને ભાવનગર કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવામાં આવ્યાં છે. સિહોર ના પ્રાંત અધિકારી, મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગની બનેલી સ્થાનિક અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રેડ પાડી ૧૦૦ ટન રેતીનો ૪૦ લાખનો મુદ્દામાલ ‘રાધે રોલીંગ મીલ’ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લામાં ખનીજ માફીયા દ્વારા બંધ પડેલી આ મીલમાં ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાની જાણકારી મળતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૪ ડમ્પર જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો

aapnugujarat

સીએમ રૂપાણીનો પ્રહાર, હાર્દિક કોંગ્રેસનું રમકડું, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે

aapnugujarat

અમદાવાદમાં વવાતા રોપા-છોડ પૈકી ૪૦ ટકા બચે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1