Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિનેટ કમિટી કરશે ડોનાલ્ડ ટ્રંપનાં પુત્ર અને જમાઇની પૂછપરછ કરશે

વર્ષ ૨૦૧૬માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન ચાલી રહેલા રશિયા હસ્તક્ષેપની તપાસ સીનેટ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ડોનલ્ડ ટ્રંપનાં મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રપ જુનીયર, જમાઈ જૈરેડ કશનર અને પૂર્વ કૈપેન મૈનેજર પોલ મૈનફોર્ટને રશિયા અધિકારીઓ સાથે સંબંધો રાખવાની બાબતમાં શંકાસ્પદ છે.જ્યારે ટ્રંપ અને તેમના સાથીદારોએ રશિયા સાથેના કોઈ પણ સંબંધો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે ત્યારે આ વિવાદ અંગે ટ્રંપે જણાવ્યું કે, જો તેમને આ વાતની જાણ હોત કે જેફ સેશન આ તપાસમાંથી પોતાને અલગ કરી લેશે તો તેવો જેફ સેશનને અટાર્નીનાં જનરલ તરીકે ક્યારે પણ નિયુક્ત ના કરત. વધુમાં ટ્રંપે જણાવ્યું કે, જી-૨૦ દરમ્યાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ડિનરનાં સમય પર ૧૫ મિનિટ વાત થઇ હતી. આ ૧૫ મિનિટની મુલાકાતમાં રશિયા દ્વારા અમરિકીઓ પર રશિયા અનાથ બાળકોને દત્તક લેવા પર પ્રતિબંધ લગાવવાની બાબતે ચર્ચા થઇ હતી.બીજી તરફ સિનેટ જુડિશરી કમિટીનું કહેવું છે કે, ટ્રંપ જુનિયર અને મૈનફોર્ટને ૨૬ જુલાઇના રોજ સુનવણી દરમ્યાન નિવેદન આપવા માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ત્યારે કશનરને ગુપ્ત એજન્સીના પ્રશ્નોના જવાબ આપવા માટે ૨૪ જુલાઇના રોજ હાજર રહેવા કહ્યું છે.
વધુમાં મળતી માહિતી અનુસાર, ગત વર્ષે ડોનલ્ડ ટ્રંપનાં પુત્ર, જમાઈ અને પૂર્વ કેમ્પેન મેનેજર રશિયા વકીલ સાથે મળ્યા હોવાની વાત બહાર આવી છે. જો કે આ બેઠક દરમ્યાન હિલરી ક્લિંટનને નુકશાન પહોંચે તે અંગે વાત કરવામાં આવી હતી.

Related posts

કિમ જાેંગનો ઉત્તર કોરિયાની પ્રજાને ક્રૂર આદેશ

editor

‘डीपफेक वीडियो’ को रोकने के लिए जल्द उठाए जाएंगे कदम : जुकरबर्ग

aapnugujarat

પૃથ્વીનું ઓઝોન સ્તર વધુ સારું થઈ રહ્યું છેઃ સંયુક્ત રાષ્ટ્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1