Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાપાનના ફુકુશીમામાં ૫.૮નો ભૂકંપઃ સુનામીનો ખતરો નથી

જાપાનના ફુકુશીમામાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રશાંત મહાસાગર સુનામી કેન્દ્રએ આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ ભૂકંપનું એપી સેન્ટર હોસુના ઈવાકીથી ૭૯ કિ.મી. દૂર અને સમુદ્રની અંદર ૩૪ કિ.મી.ની ઊંડાઈએ આવેલું છે. જોકે સુનામી કેન્દ્ર તરફથી હાલ સુનામીને લઈને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર આજે સવારે ૯.૧૧ કલાકે જાપાનના ફુકુશીમામાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકો ભયના માર્યા પોતાનાં ઘરમાંથી રસ્તા પર આવી ગયા હતા. જાપાનના હવામાન વિભાગે લોકોનો ગભરાટ દૂર કરતાં જણાવ્યું હતું કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. સાથે સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મધ્યમ તીવ્રતાવાળા ભૂકંપને કારણે ફુકુશીમામાં આવેલ અણુપ્લાન્ટને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

Related posts

નોર્થ કોરિયાને ટ્રમ્પની વધુ એક ચેતવણીઃ યુદ્ધના ભયાનક પરિણામની કલ્પના પણ નહીં કરી શકો

aapnugujarat

किसी भी वक्त छिड़ सकता हैं परमाणु युद्ध : उत्तर कोरिया

aapnugujarat

રાષ્ટ્રપતિ જો બાઈડને આપી એરસ્ટ્રાઈકને મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1