Aapnu Gujarat
રમતગમત

હું આજે જે કંઇ પણ બની શક્યો છું એમાં કોહલીનું મોટું યોગદાન : સિરાજ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ બહુ જ ઓછા સમયમાં કામયાબીની બુલંદીઓ હાંસલ કરી લીધી. મોહમ્મદ સિરાઝ ભારત માટે અત્યાર સુધીમાં ૫ ટેસ્ટ, ૩ ટી-૨૦ ઈંટરનેશનલ અને એક વન-ડે મેચ રમી ચુક્યો છે. મોહમ્મદ સિરાઝની જિંદગીમાં એક એવો સમય આવ્યો, જ્યારે તે રડી-રડીને અડધો થઈ ગયો હતો. ત્યારે વિરાટ કોહલીએ સાથ આપ્યો હતો.
ગત વર્ષો મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન થઈ ગયું હતું. તે સમયે તે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની સાથે હતો. કોરોનાના પ્રોટોકોલના કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન પણ નહોંતો કરી શક્યો. પિતાના નિધન બાદ મોહમ્મદ સિરાઝ પોતાની હોટલના રૂમમાં રડવા લાગ્યો. ત્યારે વિરાટ કોહલીએ તેને સહારો આપ્યો હતો.
મોહમ્મદ સિરાઝે કહ્યું, મને યાદ છે હું હોટલના રૂમમાં કેવી રીતે રડી રહ્યો હતો. ત્યારે વિરાટ ભૈયા મારા રૂમમાં આવ્યાં અને મને ગળે લગાવ્યો. વિરાટ ભૈયાએ ત્યારે મને ગળે લગાવીને કહ્યું હું તારી સાથે છું ચિંતા ના કરીશ. મેં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાના પિતાને ગુમાવી દીધાં હતાં. હું તૂટી ગયો હતો, હારીને નાસીપાસ થઈ ગયો હતો. તે સમયે વિરાટ ભૈયાએ મને તાકાત આપી, હિંમત આપી, મારો સપોર્ટ કર્યો. હું મારા કરિઅરનો શ્રેય વિરાટ ભૈયાનાને આપું છું.
સિરાઝે કહ્યું, વિરાટ ભૈયા હંમેશા મને કહે છેકે, સારી અંદાર ટેલેન્ટ છે, પ્રતિભા છે, તું કોઈપણ વિકેટ પર કોઈપણ બેટ્‌સમેનને મુશ્કેલીમાં મુકી શકે છે. તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો. આજે હું જે કંઈ પણ બની શક્યો છુ્‌ં એમાં વિરાટ કોહલીનું મહત્ત્વનું યોગદાન છે. વિરાટ ભૈયાએ મારું કરિઅર બનાવ્યું છે. વિરાટ કોહલી હંમેશા દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપતા રહ્યાં.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મોહમ્મદ સિરાઝે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આઈપીએલના પહેલાં હાફમાં પણ સિરાઝ ખુબ જ સારા ફોર્મમાં હતો. સિરાઝે ૭ મેચોમાં ૬ વિકેટ લીધી હતી. ખાસ વાત એ પણ છેકે, સિરાઝે ૬ થી વધારેના શાનદાર ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરી હતી.

Related posts

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વન-ડે : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

aapnugujarat

India defeated West Indies by 125 runs in WC 2019

aapnugujarat

मीराबाई चानू ओलंपिक क्वालीफिकेशन रैंकिंग में आठवें स्थान पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1