Aapnu Gujarat
બિઝનેસ

ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો

કોરોનાકાળમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે ૨૮.૮ અબજ અમેરિકી ડોલર (અંદાજે ૨.૧૧ લાખ કરોડ રૂપિયા)નો અધધ વધારો થયો છે. જો તેઓ આ ગતિ સાથે આગળ વધતા રહ્યા, તો ટૂંક સમયમાં જ ચીનના વેપારી ઝોંગ શૈનશૈનને પાછળ મુકી મુકેશ અંબાણી પછી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ ૬૨.૬ અબર ડોલર છે. આ વર્ષે અત્યાર સુધી તેમની સંપત્તિમાં ૨૮.૮ અબજ ડોલરનો વધારો થયો છે.
તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ૧૭મા નંબરે પહોચી ગયા છે. અદાણી એશિયામાં મુકેશ અંબાણી અને ચીનના ઝોંગ શૈનશૈન પછી ત્રીજા નંબરે છે.વિશ્વના ટોપ ધનપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ૧૩મા અને શૈનશૈન ૧૬મા નંબરે છે.
શૈનશૈનની નેટવર્થમાં આ વર્ષે ૧૪.૧ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તેમની નેટવર્થ ૬૪.૧ અબજ ડોલર રહી ગઈ છે. એટલે કે નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર ૧.૫ અબજ ડોલર વધારે છે.ગૌતમ અદાણીની સંપત્તિમાં જે પ્રકારે વધારો થઇ રહ્યો છે, તેનાથી લાગે છે કે અદાણી થોડાક જ દિવસોમાં શૈનશૈનથી આગળ નિકળી શકે છે.
અદાણી જૂથની કંપનીઓના શેરોમાં તાજેતરમાં આવેલા જબરદસ્ત ઉછાથી ગૌતમ અદાણીની નેટવર્થ વધતી જાય છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર અને વિશ્વના ૧૩મા સૌથી અમીર છે. તેમની નેટવર્થ ૭૩.૭ અબજ ડોલર છે. આ વર્ષે મુકેશ અંબાણીની નેટવર્થમાં ૩.૦૨ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

Related posts

સતત ૧૪માં મહિને છટણીનો દોર ચાલુ

editor

કોલ માઇન પ્રોજેક્ટ માટે અદાણીને લોન આપવા સંદર્ભે એસબીઆઇ અવઢવમાં

editor

२८ पर्सेंट रेट वाले स्लेब पर फिर से विचार होगा : जीएसटी काउंसिल की बैठक ९-१० नवम्बर को होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1