Aapnu Gujarat
Uncategorized

અમદાવાદની સોલા હોસ્પિટલમાં એક મહિનામાં ૩૦૦નાં મોત

ગુજરાતમાં પાંચ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૫૯૨ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૧૭ના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૬,૯૨,૬૦૪ જ્યારે કુલ મરણાંક ૮,૫૧૧ છે. રાજ્યમાં હાલ ૧,૩૬,૫૧૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૯૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થવાનો દર વધીને હવે ૭૯.૧૧% છે. મે મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં ગુજરાતમાં કોરોનાના ૧,૨૪,૮૨૭ કેસ નોંધાયા છે. જ્યારે ૧,૩૨૮ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘાતક વાયરસના કહેરમાં થોડોક ઘટાડો નોંધાયો છે. સાથે સાથે સંક્રમણને નાથવા માટે આજે ગુજરાતમાં રાત્રિ કફર્યુની મુદ્દતમાં વધારો થઇ શકે છે. રાજ્યના ૩૬ શહેરોમાં લાદવામાં આવેલા રાત્રિ કફર્યુની મુદ્દત બુધવારે પૂર્ણ થઇ રહી છે. ત્યારે આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં ઘાતક કોરોનાકાળમાં અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમા એપ્રિલ મહિનામાં મોતનું તાંડવ જોવા મળ્યુ છે. સરકાર ભલે આંકડાની રમત રમે પરંતુ હાલની પરિસ્થિતિ અત્યંત અલગ છે. અમદાવાદની સોલા સિવિલના મોતના આંકડા પણ અત્યંત ચોંકાવનારા છે. એપ્રિલ મહિનામાં મોતનો ત્રાંડવ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ૩૦૦ જેટલા દર્દીઓના કોરોનાથી મોત થયા છે. એટલે કે એપ્રિલ માસમાં આશરે રોજના આઠથી ૧૦ દર્દીઓના મોત નિપજ્યા છે.જોકે હવે સોલા સિવિલમાં મૃત્યુઆંક ઘટ્યો છે..અને હવે રોજના ત્રણથી ચાર દર્દીઓના મોત થાય છે.

Related posts

धोनी को लेकर 24 अक्टूबर को चयनकर्ताओं से बात करूंगा : गांगुली

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન-પાસીંગની રીસીપ્ટ સંદર્ભે ભારે ધાંધિયા

aapnugujarat

તાલાળા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1