Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન-પાસીંગની રીસીપ્ટ સંદર્ભે ભારે ધાંધિયા

વાહનોના રજિસ્ટ્રેશન પાસીંગની રિસીપ્ટો આપવામાં અમદાવાદ આરટીઓ તંત્રના ધાંધિયાથી લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. વાહનોના રજિસ્ટ્રેશન, પાસીંગ, ડુપ્લીકેટ આરસી બુક સહિતના કામોમાં વસૂલાતી કેશ ફીની કસ્ટમરને રિસીપ્ટ જ અપાતી નથી અને ઉલ્ટાનું તેઓને બહારથી ઝેરોક્સ કઢાવી લેવા અથવા તો આ રિસીપ્ટનો મોબાઇલમાં ફોટો પાડી લેવા આરટીઓ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે, જેના કારણે નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે. વધુમાં, વાહન રજિસ્ટ્રેશન સહિતની કામગીરી જે સરકારના જીસ્વાન નેટ મારફતે થાય છે તેમાં નેટની સ્પીડ છેલ્લા ઘણા સમયથી સ્લો થઇ ગઇ હોવાના કારણે અગાઉ જયાં એક કલાકમાં ૧૦૦ રિસીપ્ટો ફાટતી હતી, ત્યાં આજે એક કલાકમાં માંડ ૪૦-૫૦ જેટલી અડધી રિસીપ્ટ ફાટે છે એટલે, વાહનચાલકો સહિતના આરટીઓના કામ અર્થે આવતા લોકો આરટીઓ સત્તાવાળાઓની લાલિયાવાળીથી કંટાળી ગયા છે. વાહનચાલકોએ રિસીપ્ટની કસ્ટમર કોપી મેળવવાનો તેમનો અધિકાર છે અને તેથી તે રિસીપ્ટ આપવા આરટીઓ સત્તાવાળાઓને માંગણી કરી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ આરટીઓમાં વાહનોના રજિસ્ટ્રેશન, પાસીંગ, ડુપ્લીકેટ આરસી બુક સહિતની સંબંધિત કામગીરીમાં જે સરકારી ફી લેવામાં આવે છે, તેની રિસીપ્ટ આપવામાં આવતી હોય છે. જેમાં અગાઉ ત્રણ કોપી નીકળતી હતી, જેમાં એક વાહનચાલકના ઓરીજનલ રેકર્ડ સાથે રહે, બીજી રિસીપ્ટ કેશીયર સાથે રહે અને ત્રીજી કોપી ગ્રાહકને આપવામાં આવતી હતી. જો કે, ગ્રાહકો એટલે કે, વાહનચાલક-નાગરિકોને આપવામાં આવતી રિસીપ્ટો છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે. ગ્રાહકની કોપી પર કસ્ટમર કોપી લખેલું હોવાછતાં તે તેઓને આપવામાં આવતી નથી ઉલ્ટાનું વાહનચાલકોને તેમની રિસીપ્ટનો મોબાઇલમાં ફોટો પાડી લેવા અથવા તો આરટીઓમાંથી બહાર ઝઇ ઝેરોક્સ કઢાવી લેવા ફરજ પાડવામાં આવે છે. જેના કારણે હજારો વાહનચાલકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે.
આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓમાં કેટલાક વાહનોનો તો ટેક્સ ઘણો ઉંચો હોય છે અને તે રકમ મોટી હોવાછતાં જો ગ્રાહક કે વાહનચાલકને તેની અધિકૃત રિસીપ્ટ ના આપવામાં આવે તે કેવું તંત્ર એવો સવાલ પણ વાહનચાલકોએ ઉઠાવ્યો છે. રાજયની બીજી આરટીઓમાં ગ્રાહકોને તેમની ફી ભર્યાની ક્સ્ટમર કોપી આપવામાં આવે છે પરંતુ અમદાવાદ આરટીઓમાં કોના ઇશારે આ તઘલખી નિર્ણયનો અમલ થઇ રહ્યો છે વાહનચાલકોમાં રોષની સાથે સાથે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જો ગ્રાહક પાસે પૈસા કે ફી ભર્યાનો પુરાવો જ ના હોય અને કાલ ઉઠીને કંઇ પ્રોબ્લેમ થાય તો તે પોતે પૈસા ભર્યા છે, તેની સાબિતી કેવી રીતે આપે તે ગંભીર પ્રશ્ન છે. દરમ્યાન આરટીઓ કચેરીમાં સરકારના જીસ્વાન કનેકટીવીટી મારફતે ચાલતી કામગીરીમાં નેટ સ્પીડ છેલ્લા ઘણા સમયથી સ્લો થઇ ગઇ હોવાથી લોકો જબરદસ્ત રીતે કંટાળ્યા છે. જયાં અગાઉ એક કલાકમાં ૧૦૦ જેટલી રિસીપ્ટો ફાટતી હતી,ત્યાં આજે માંડ ૪૦-૫૦ જેટલી અડધી રસીદો ફાટી રહી છે અને લોકોને ઘણા લાંબા સમય સુધી રાહ જોવાનો અને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અમદાવાદ આરટીઓમાં રોજબરોજ લાયસન્સ સહિતના કામ અર્થે હજારો નાગરિકો આવી રહ્યા છે તેમછતાં આરટીઓ કચેરીમાં અને તંત્રના અધિકારીઓના કોઇ ને કોઇ પ્રોબ્લેમ, ધાંધિયા અને સમસ્યાઓ ચાલુ જ રહે છે તો આરટીઓ કચેરીને મોડેલ ઓફિસ બનાવવાના બણગા ફુંકતા સત્તાવાળાઓ કયા મોંઢે આવી લોકોને ઉલ્લુ બનાવતી જાહેરાતો કરી રહ્યા છે એવો ગંભીર સવાલ નાગરિકોએ આક્રોશ વ્યકત કરતાં ઉઠાવ્યો હતો.

Related posts

ધ્રાંગધ્રા અને હળવદ નજીક થયેલ જુથ અથડામણ બાબતે ખાસ તપાસ દળ(એસ.આઇ.ટી.)ની નિમણુંક રજૂઆત(પુરાવા) રૂબરૂ કે ટપાલ દ્વારા આપી શકાશે

aapnugujarat

जूनागढ़ जिले के नितिन फलदू ने दिया इस्तीफा

editor

કેશુભાઈને મોદીએ અને આનંદીબેનને શાહે હેરાન કર્યાં : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1