Aapnu Gujarat
રમતગમત

હત્યા કેસમાં સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર

ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર ૨૩ વર્ષીય ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગર હત્યા કેસમાં હાજર થયા બાદથી ફરાર છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે છત્રસાલ સ્ટેડિયમ ખાતે હત્યાની ઘટના બાદ સુશીલ કુસ્તીબાજ પહેલા હરિદ્વાર અને ત્યારબાદ ઋષિકેશ ગયો હતો. સુશીલ પાછો દિલ્હી પણ આવી ગયો. સુત્રોના જણાવ્યા અનુસાર સુશીલ દિલ્હી-હરિયાણામાં સતત તેના ઠેકાણા બદલી રહ્યો છે. દિલ્હી પોલીસે સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરી છે.
જણાવી દઈએ કે આ હત્યા કેસમાં સુશીલ કુમારનું નામ કથિત રીતે બહાર આવ્યાં બાદ દિલ્હી પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ગત મંગળવારે કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં એક ૨૩ વર્ષિય રેસલરની હત્યા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત અન્ય બે રેસલર્સના ઘરે દરોડા પાડ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિકમાં રજત પદક જીતનાર સુશીલ કુમારનું આ કેસમાં એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું છે. તે ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

Related posts

ધોની-ધવન હાલ સ્થાનિક ક્રિકેટ કેમ રમી રહ્યા નથી : ગાવાસ્કર

aapnugujarat

ઓકલેન્ડ ક્રિકેટ ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૭ બોલ ફેંકાયા

aapnugujarat

વરસાદનાં કારણે ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટથી બહાર થઈ જાય તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1