Aapnu Gujarat
રમતગમત

વરસાદનાં કારણે ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટથી બહાર થઈ જાય તેવી શક્યતા

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોમાં વરસાદ વિલન બનવાના કારણે ચારેબાજુ નિરાશા પ્રવર્તી રહી છે. યોગ્ય પરિણામ મળી રહ્યા નથી. ગઇકાલે ઓસ્ટ્રેલિયા અને બાગ્લાદેશ વચ્ચેની મેચમા પણ પરિણામ ન આવતા બન્ને ટીમોને એક એક પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બન્ને મેચો ધોવાઇ ગઇ છે. સૌથી પહેલા તેની ન્યુઝીલેન્ડ સામેની મેચ ધોવાઇ ગઉ હતી. જેના કારણે બન્ને ટીમોને એક એક પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. ગઇકાલે સોમવારે પણ બાંગ્લાદેશ સામે તેની મેચ ધોવાઇ ગઇ હતી. પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે ધોવાઇ ગયા બાદ ગઇકાલે ઓવલમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ સામે જીતથી વંચિત રહી ગયુ હતુ. જીતવા માટેના ૧૮૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ૧૬ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૮૩ રન કરી લીધા હતા. એ વખતે રમત રોકાઇ ગઇ હતી. જો બીજી ચાર ઓવરની રમત શક્ય બની હોત તો પરિણામ આવી શક્યુ હોત. પરંતુ વરસાદ અને ખરાબ હવામાને તક આપી ન હતી. દરમિયાન ડેવિડ વોર્નર વનડે ક્રિકેટમાં સૌથી ઝડપથી ૪૦૦૦ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ૪૪.૩ ઓવરમાં ટીમ ૧૮૨ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તામીમ અકબાલે સૌથી વધુ ૯૫ રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ૮૩ રન બનાવ્યા હતા. મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં હતી. વર્તમાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટાભાગની મેચોમાં વરસાદે રમત બગાડી છે જેના પરિણામ સ્વરુપે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પણ જીતથી વંચિત રહેવાની ફરજ પડી છે. બાંગ્લાદેશ સામેની મેચ એક તરફી હતી. માત્ર ચાર ઓવર બીજી ફેંકાઈ હોત તો પરિણામ જાહેર કરવાની ફરજ પડી હોત પરંતુ હવામાને તક આપી ન હતી.

Related posts

લા લીગા : રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રો રહી

aapnugujarat

DC के सहमालिक बन सकते हैं गंभीर

aapnugujarat

यह निर्भर करता है कि माही कब खेलना शुरू करते हैं : शास्त्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1