Aapnu Gujarat
રમતગમત

ધોની-ધવન હાલ સ્થાનિક ક્રિકેટ કેમ રમી રહ્યા નથી : ગાવાસ્કર

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે બીસીસીઆઈના વલણને લઇને જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. ઇંગ્લેન્ડમાં છ મહિના બાદ યોજાનાર વર્લ્ડકપથી પહેલા શિખર ધવન અને મહેન્દ્રસિંહ ધોનીને સ્થાનિક ટુર્નામેન્ટથી બહાર રહેવાની મંજુરી કેમ આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાંથી બહાર થયેલા શિખર ધવન મેલબોર્નમાં પરિવારની સાથે સમય ગાળી રહ્યો છે. જ્યારે ધોની પહેલી નવેમ્બરના દિવસે વેસ્ટઇન્ડિઝની સામે રમાયેલી શ્રેણી બાદથી કોઇપણ ક્રિકેટ મેચ રમી રહ્યો નથી. ધોનીને ટી-૨૦ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી જ્યારે તે ૨૦૧૪થી જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યો છે. તે માત્ર વનડે ટીમનો હિસ્સો રહેલો છે. ગાવસ્કરે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, બીસીસીઆઈએ ઉદાસીનતા દાખવીને આ બંને ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં રમવાથી દૂર રહેવા મંજુરી આપી છે. ધવન અને ધોનીને સ્થાનિક ક્રિકેટમાં મેચો રમવાની તક આપવી જોઇએ. કારણ કે, આ બંને ખેલાડીઓ સ્થાનિક ક્રિકેટમાં રમે તે ખુબ જ જરૂરી છે. સ્થાનિક ક્રિકેટ નહીં રમવાની મંજુરી કઇ રીતે આપવામાં આવી છે. ગાવસ્કરે પ્રશ્ન કરતા કહ્યું છે કે, જો ભારતીય ટીમને સારો દેખાવ કરવો છે તો ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ગાવસ્કરે કહ્યું છે કે, ધોનીએ ઓસ્ટ્રેલિયાની સામે ટી-૨૦ શ્રેણી રમી નથી. આ પહેલા વેસ્ટઇન્ડિઝની સામે ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. છેલ્લી મેચ પહેલી નવેમ્બરના દિવસે રમાઈ હતી. આગામી મેચો હવે જાન્યુઆરી મહિનામાં રમાનાર છે. વર્લ્ડકપ ટીમમાં તેની જગ્યાને લઇને પ્રશ્ન ઉઠી રહ્યા છે. ગાવસ્કરે કહ્યું છે કે, વયની સાથે રમતમાં ફેરફાર થાય છે.

Related posts

विराट ने आईसीसी टेस्ट रैंकिंग में दूसरा स्थान हासिल किया

aapnugujarat

बांग्लादेश के खिलाफ खेलूंगा अपना आखिरी मैच : मलिंगा

aapnugujarat

मुझे पॉजिटिव क्रिकेट खेलना होगा : ऋषभ पंत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1