Aapnu Gujarat
રમતગમત

IPLની બાકી બચેલી મેચો ઇંગ્લેન્ડમાં રમાડવાની ઓફર

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ને થોડા દિવસો પહેલા કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં લઈને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ લીગમાં સતત ખેલાડીઓ અને સ્ટાફના સભ્ય સંક્રમિત થઈ રહ્યા હતા, જેના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આ વાત પર સતત સવાલ ઉઠી રહ્યા છે કે IPLની બાકી બચેલી મેચ ક્યાં આયોજિત થશે? ઉલ્લેખનીય છે કે ઇંગ્લિસ કાઉન્ટી ક્રિકેટની ચાર મુખ્ય ટીમ મિડલસેક્સ, સર્રે, વારવિકશર અને લંકાશરે ૈંઁન્ ૨૦૨૧ની બાકી બચેલી મેચની મેજબાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રિપોર્ટ મુજબ આ ચારેય ટીમોએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને એક પત્ર લખ્યો છે. જેમાં સપ્ટેમ્બરના બીજા હાફમાં ટુર્નામેન્ટ પૂરી કરાવવાની વાત કરવામાં આવી છે. સમાચાર એવા પણ છે કે IPLની મુખ્ય કાર્યકારી બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડઆ મુદ્દા પર વાત કરી શકે છે. સૌરવ ગાંગુલી કહ્યું કે અત્યારે એ કહેવું વહેલું ગણાશે કે ૈંઁન્ની બાકી બચેલી મેચો માટે કોઈ વિન્ડો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેમના ઘર આંગણે ૫ ટેસ્ટ મેચ રમશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યારબાદ ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ પાસે સમય હશે. આ દરમિયાન ૈંઁન્ની બાકી બચેલી મેચ કરાવી શકાય છે. આમ તો આ લિસ્ટમાં ેંછઈનું નામ સૌથી આગળ છે, કેમ કે ગયા વર્ષે કોરોના મહામારી ફેલાવા દરમિયાન ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાવવામાં આવ્યું હતું. ેંછઈએ પણ આ બાબતે કશું જ કહ્યું નથી, પરંતુ અટકળો ટુર્નામેન્ટ સ્થગિત થયા બાદ લગાવવામાં આવી રહી છે.

Related posts

वनडे में भारत के पास गेंदबाजी विकल्प कम

editor

India would win World Cup 2019 : Azharuddin

aapnugujarat

इस बार खिताब जीतने का बेहतरीन मौका : मॉर्गन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1