Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે,અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અમદાવાદ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને કોરોના મુકત કરવા અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૪૫૦ બેડ અને ડિસ્ટ્રીક્ટ કોવિડ હેલ્થ સેન્ટર અન્વયે દશ્ક્રોઇ તાલુકાના સીંગરવા ખાતે ૫૦ બેડ, તથા ધંધુકા ખાતે ૧૦ બેડ ઉપલ્બધ છે.ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના નવ તાલુકામાં કુલ ૪૦૪  બેડની સુવિધા પર સારવાર શરુ કરી દેવામાં આવી છે. ૭ તાલુકાના ૩૪ સામુહિક આરોગ્ય કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર મળે તેવી સુચારુ વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લાના નવ તાલુકામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવમાં આવ્યા છે. જેમાં માંડલ ખાતે વિંઝુવાડામા ૨૦ બેડ, વિરમગામ તાલુકામા ભોજવા હોસ્ટેલમા ૫૦, દશ્ક્રોઇના પીરાણા આરોગ્ય ધામ ખાતે ૨૦ બેડ, સાણંદમા માધવનગર મોડેલ સ્કુલમાં ૩૫, ધોળકા શહેરમાં અતિથિ ગૃહ કલિકુંડ ખાતે ૫૦, ધોળકા મુસ્લિમ યંગ યુનિયન દ્વારા ૧૦, તથા મંગલ મંદિર માનવ સેવા ખાતે ૫૦ બેડ, તથા ધંધુકા શહેરના કુમાર છાત્રાલય ખાતે ૨૫ બેડ, ધોલેરામા આઇ.ટી.આઈના મકાનમાં ૫૦ બેડ, બાવળા નગરપાલિકા ખાતે ૪૦, અને દેત્રોજની ચંપા વિજય જનરલ હોસ્પિટલ ખાતે ૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

  સરકારી હોસ્પિટલોની કામગીરીની સાથે સાથે જિલ્લાની ૪૦ જેટલી પ્રાઈવેટ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં ૮૬૫ જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાવળા તાલુકામાં ૮  પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૭૩ બેડ, દશ્ક્રોઇ તાલુકામાં ૪ હોસ્પિટલોમાં ૭૪ બેડ, ધોળકા ખાતે ૭ હોસ્પિટલમાં ૧૧૦ બેડ, સાણંદ ૧૧ હોસ્પિટલમાં ૩૦૩ બેડ, વિરમગામ તાલુકાની ૬ પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૦૨ બેડ, દેત્રોજની ૧ પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૫ બેડ, ધંધુકાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૫ બેડ,માંડલની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૧ બેડ  કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.    

   અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ મહામારી નાથવા અને માળખાકીય સુવિધાઓમાં સુધારો અને ઉપલબ્ધ સંસાધનોના સુઆયોજિત ઉપયોગ થકી મહત્તમ દર્દીઓને સઘન સારવાર મળે તે માટે વહીવટી તંત્ર સતત કટિબદ્ધ છે.કોરોનાવાયરસ સંક્રમણની આ બીજી લહેરમાં વધુ ને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે આવા દર્દીઓને પોતાના જ વિસ્તારોમાં સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોને કોરોના મુક્ત બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ કટિબધ્ધ છે.

Related posts

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

aapnugujarat

Rohit Sharma will be opening in Indian Test team : MSK Prasad

aapnugujarat

અમદાવાદમાં ૫૦ રૂપિયા માટે યુવકની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1