Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં ૫૦ રૂપિયા માટે યુવકની હત્યા

ઇસનપુરમાં રૂ ૫૦ માટે એક યુવકને છરીના ઘા ઝીકીને કરાઈ હત્યા છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત ૩ આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીની અદાવતમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ત્યારે મનમાં હવે સવાલ થાય છે કે કોણ છે આ આરોપીઓ કે જેણે માત્ર ૫૦ રૂપિયા માટે હત્યા જેવા ગુનાને અંજામ આપ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. કે જેણે રૂ ૫૦ માટે એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાની ઘટના વિશે જાણીએ તો ઇસનપુર વિસ્તારમાં ૩૦ વર્ષીય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન નિલેશ ભાઈનું મૃત્યુ થયું. પોલીસે આ હત્યાનો ગુનો નોંધી ઝ્રઝ્ર્‌ફ ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત ૩ની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ ૫૦ લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો ન હતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીંકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી. આરોપીઓ સામાન લઈને ઉત્તર પ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા, પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા.
રૂપિયા ૫૦ માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ હત્યા ફક્ત ૫૦ રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

हिमाचल के परिणाम पहले गुजरात में चुनाव होगा : आयोग

aapnugujarat

મહુવા ખાતે અમૃત ખેડૂત બજારનો શુભારંભ

editor

રૂપાણી સરકારની અણઆવડતે ’ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે : કોંગ્રેસ

editor

Leave a Comment

UA-96247877-1