Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિન્દુત્વમાં ગુનાહિત તત્ત્વો ભળવાથી શત્રુઓને મળી રહી છે મદદ : સ્વામી

ભાજપ સાંસદ સુબ્રમણ્યિમ સ્વામી પોતાના મોટા અને ચોંકાવનારા નિવેદન માટે જાણીતા છે. કોઈ પણ મુદ્દે દબંગ નેતા જેવી છબી ધરાવતા ભાજપના નેતાએ ફરી એકવખત મોટું નિવેદન આપ્યું છે. સ્વામીએ કહ્યું હતું કે, હિન્દુત્વના રથ પર ઢોંગી, હલકા અને ગુનાહિત તત્ત્વો સવાર થઈ ગયા છે. તાજેતરમાં તેમણે કરેલા એક ટ્‌વીટમાં પોતાના મનની વાત કહી હતી. પણ તેમણે આ ટ્‌વીટમાંથી કોઈના તરફ ઈશાર કર્યો નથી કે, તેઓ આવા ગંભીર નિવેદન શા માટે આપી રહ્યા છે.
આ ટ્‌વીટમાં તેમણે હિન્દુત્વને લઈને એક સકારાત્મક વિચાર જણાવ્યો હતો. એક એવો સકારાત્મક વિચાર જે આપણા ધાર્મિક ગ્રંથ પ્રત્યે નવજાગરણ તરફ પ્રેરીત કરે છે. દુર્ભાગ્યવશ હિન્દુત્વના ચમકતા રથ પર આજે ઢોંગી, હલકા અને ગુનાહિત તત્ત્વો સવાર થઈ ગયા છે. જે બીજા ધર્મને નિશાનો બનાવે છે. આનાથી હિન્દુત્વના દુશ્મનોને મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. સ્વામીએ પોતાની છબી હંમેશાં એક કટ્ટર હિન્દુત્વવાદી તરીકે બનાવી રાખી છે. હાલના સમયે તેઓ ભાજપમાં છે. ભાજપના સાંસદ છે. પણ એમના જ પક્ષના મર્યાદિત લોકો સાથે એમનું ટ્યુનિંગ છે. વડાપ્રધાન મોદી સાથે પણ એમનો મનમેળ નથી. અવારનવાર તેઓ વડાપ્રધાન મોદી તેમજ મોદી સરકારની વિરૂદ્ધમાં બોલતા રહે છે. એમના આ નિવેદનને લઈને અન્ય કોઈ પાસે ખાસ તો એવી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
પણ વિપક્ષ આ મુદ્દે ટૂંક જ સમયમાં પોતાની પ્રતિક્રિયા આપશે. ટ્‌વીટર પર આ નિવેદનને લઈને મળી રહેલી પ્રતિક્રિયાઓ સ્પષ્ટ નથી. ઢંગધડા વગરની છે. એક વ્યક્તિએ વિકિપિડિયાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, એમાં હિન્દુત્વને ફાંસીવાદી વિચારધારા કહી છે. જેના પર બ્રેક લગાવવી જોઈએ. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, સામાજિક વિચાર અને રાજકીય વિચાર બંને અલગ અલગ વિચારધારા છે. બંનેને એક ગણીને વાત કરવી યોગ્ય નથી. આ ઉપરાંત સ્વામીએ જણાવ્યું હતું કે, રાજધાનીમાં ઑક્સિજનની અછત છે પણ વડાપ્રધાન મોદી કંઈ કરી રહ્યા નથી.
સરકાર કઈ હોસ્પિટલને કેટલી સપ્લાય કરે છે એ મુદ્દો સ્પષ્ટ કરે. પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં ઑક્સિજનની અછતને લઈને ચેતવણી આપી હતી. પણ સરકારે આ મુદ્દે કોઈ ધ્યાન જ આપ્યું નથી. ઑક્સિજન પ્રાપ્ય છે અને પૂરતો ઑક્સિજન છે એવું કહેવાનું સરકાર બંધ કરી દે. દિલ્હી હાઈકોર્ટે પણ સરકારને ઑક્સિજનની પ્રાપ્તિને લઈને ટકોર કરી હતી. જોકે, સરકારે આ મુદ્દે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

Related posts

PM dedicates INS Kalvari to the nation

aapnugujarat

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત : કુશવાહ ઇન

aapnugujarat

आशंका दूर करने के बावजूद जारी किसानों के आंदोलन के लिये विपक्ष का दुष्प्रचार जिम्मेदार – योगी

editor

Leave a Comment

UA-96247877-1