Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં ૫૦ સીટ ના જીતી શકત ભાજપ : મમતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ના પરિણામો સામે આવી ગયા છે. સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે(ટીએમસી) એક વાર ફરીથી પશ્ચિમ બંગાળમાં ધમાકેદાર જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ૨૦૦થી વધુ સીટો મળી છે અને ભાજપ ૭૫ પર જ સમેટાઈ ગયુ છે. જો કે ચૂંટણી પંચે હજુ અધિકૃત આંકડાઓની ઘોષણા કરી નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ કે બંગાળ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ’ભાજપના પ્રવકતા’ તરીકે કામ કર્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ કે પંચની મદદ વિના ભાજપ ૫૦ સીટોનો આંકડો પણ પાર ન કરી શકત.
ઈન્ડિયા ટુ઼ડે ટીવી સાથે વાત કરીને મમતા બેનર્જીએ કહ્યુ, ’ભાજપની ૫૦થી વધુ સીટો ચૂંટણી પંચની મદદથી આવી છે. ચૂંટણી પંચની મદદ વિના ભાજપ ૫૦ સીટો પણ ના જીતી શકત. આ આખી ચૂંટણીમાં ચૂંટણી પંચે આ વખતે જે રીતનુ વર્તન કર્યુ તે ભયાનક હતુ.’
તમે દાવો કર્યો હતો કે ટીએમસી ૨૨૧ સીટો જીતશે આ સવાલના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યુ, ’હું એક સ્ટ્રીટ ફાઈટર છુ. મે શરૂઆતીમાં જ કહ્યુ હતુ કે અમે બેવડી સદી ૨૦૦થી વધુ સીટો જીતીશુ અને ભાજપ ૭૦ પાર નહિ કરે.’
પશ્ચિમ બંગાળના બે વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો, ’અમુક સ્થળોએ ઈવીએમ મશીનોમાં છેડછાડ કરવામાં આવી અને ઘણા પોસ્ટલ બેલેટને રદ કરવામાં આવ્યા. પરંતુ હું બંગાળના લોકોને સલામ કરુ છુ. તેમણે માત્ર બંગાળ જ નહિ પરંતુ દેશને પણ બચાવ્યો છે.’

Related posts

મહામારીમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગ વધી

editor

NIC के कंप्यूटर हुए हैक

editor

આતંકીઓએ એવો મોબાઈલ વિકસાવ્યો જેને ભારત પણ નહીં પકડી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1