Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાથી વન્યજીવોને ખતરો

કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જોયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ પહેરવા મજબૂર બનવું પડ્યું છે.
કોરોનાનો વિસ્ફોટ થયો છે, ત્યારબાદ મનુષ્ય બાદ હવે વન્યજીવો પણ સંક્રમણનો ભોગ બને તેવો ભય સરકારને લાગ્યો છે અને તે ભય ખોટો પણ નથી. કેમકે હવે વન્ય પ્રાણીઓની રખેવાળી કરતા વનવિભાગના ઘણા ખરા અધિકારીને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. પરંતુ જંગલમાં વન્ય પ્રાણીઓ થોડા ઘણા અંશે પણ સલામત હોય છે. પરંતુ વાત છે ઝૂના પશુ પક્ષી પ્રાણીઓનીપકેમકે તેને દરરોજ પાણી ખોરાક સહિતની જરૂરીયાતો પુરી પાડવા માનવબળની મદદ લેવામાં આવી રહી છે. જેથી તેનો સાર સંભાળ કરનાર કીપર સંક્રમિત હોય તો વન્ય પ્રાણી સિંહ, દીપડા, વાઘ જેવા પશુ-પક્ષી કોરોનાનો ભોગ બને તેવા ડરના કારણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે કે વન્ય પ્રાણીના પાંજરામાં સાર સંભાળ કરતા વ્યક્તિએ પણ ઁઁઈ કીટ પહેરી અંદર પ્રવેશ કરવો. જેથી જુનાગઢ સક્કરબાગ ઝુના કીપરોએ પાંજરામાં ખોરાક પાણી સફાઇ માટે જાય ત્યારે ફરજિયાત પીપીઈ કીટ પહેરી વન્ય જીવોના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ અને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગે એક માર્ગદર્શિકા બહાર પાડી તમામ રાજ્યના વન વિભાગને જાણ કરી છે. ઝૂમાં વસવાટ કરતા તથા જંગલ કે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા દરેક વન્ય જીવો પર ખાસ નજર રાખવી તેમાં કોરોનાના લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, ખોરાકમાં ઘટાડો થવો, વધુ ઊંઘ આવવી, જીભમાંથી લાળ ટપકવી, અવાજ દરમિયાન સીટી વાગવી આવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ ઉચ્ચ અધિકારીને વાકેફ કરી વેટરનરી તબીબ પાસે નિરક્ષણ કરાવી જરૂરિયાત મુજબના રીપોર્ટ તથા સારવાર તાત્કાલિક થાય તેવી કામગીરી કરવા માટેની આદેશ કર્યો છે. જેના ભાગરૂપે સક્કરબાગ ઝુમાં પણ દરેક વન્ય જીવો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે, તથા જંગલમાં પણ સિંહ દીપડા સહિતના વન્ય જીવો પર નિરક્ષણ કરવા માટે ખાસ પેટ્રોલિંગ પણ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
ઝૂના વન્યજીવો પર નજર રાખવી સહેલી છે, પંરતુ જંગલ અને રેવન્યુના સિંહ દીપડા ઉપર હવે નજર રાખવી એક પડકાર છે. કેમકે રેવન્યુ વિસ્તારમાં સિંહો ખોરાક માટે આવી ચડતા હોય છે. ત્યારે લોકોના ટોળા પણ એકઠા થાય જ છે. હવે વન વિભાગ વન્ય જીવોને સંક્રમણથી બચાવવા કેટલું સફળ રહે તે જોવાનું રહ્યું છે.

Related posts

આજે દેશ બિલકુલ સુરક્ષિત હાથમાં : મોદી

aapnugujarat

પીએસએલવી દ્વારા વર્ષ ૧૯૯૯ બાદથી ૨૦૯ વિદેશી સેટેલાઇટ હજુ સુધીમાં લોંચ કરાયા

aapnugujarat

RSS building a new Dalit narrative to keep them away from Muslims

aapnugujarat

Leave a Comment

UA-96247877-1