Aapnu Gujarat
રમતગમત

IPLમાં ૬,૦૦૦ રન કરનાર વિરાટ પહેલો ક્રિકેટર

આઈપીએલ ૨૦૨૧માં વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સારા ફોર્મમાં છે. અત્યાર સુધી આરસીબી આ સીઝનમાં ૪ મેચ રમીને છે અને ચારેયમાં જીત મેળવી છે. ગુરુવારે યોજાયેલી સીઝનની ૧૬મી મેચમાં આરસીબીનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ (આરઆર) સાથે હતો. આરસીબીએ ૧૦ વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. બેંગ્લોરની ટીમે ૧૬.૩ ઓવરમાં ૧૮૧ રન નોંધાવીને મેચ જીતી હતી. પડિક્કલ અને કોહલીની જોડીએ કમાલ કરી હતી. પડિક્કલે ૧૦૧ રન અને કોહલીએ ૭૨ રન નોંધાવ્યા હતા. કેપ્ટન કોહલીએ પોતાની અડધી સદી દીકરીને સમર્પિત કરી હતી.
વિરાટ કોહલીએ મેચની ૧૩મી ઓવરમાં ૫૦ રન ફટકાર્યા હતા. કોહલીએ આ સીઝનની પહેલી અડધી સદી ફટકારી છે ત્યારે તેણે આ સ્કોર દીકરી વામિકાને સમર્પિત કર્યો છે. અડધી સદી ફટકાર્યા પછી વિરાટ કોહલીએ સૌથી પહેલા બેટ ડગઆઉટમાં પોતાના ટીમમેટ્‌સ તરફ ઊંચુ કર્યું. જે બાદ તેણે સ્ટેન્ડ તરફ જોઈને ફ્લાઈંગ કિસ આપી અને બેબીનો ઈશારો કર્યો હતો. આ ઈશારા દ્વારા તેણે પોતાની અડધી સદી દીકરી વામિકાને સમર્પિત કરી હતી. અનુષ્કા અને વામિકા ભલે વાનખેડે સ્ટેડિયમમાં હાજર નહોતા પરંતુ વિરાટનો આ ઈશારો જ કહી દે છે કે તેણે આ સ્કોર દીકરીને સમર્પિત કર્યો છે. વિરાટ કોહલીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પસંદ આવી રહ્યો છે.
ગુરુવારની મેચમાં અડધી સદી ફટકાર્યા પછી વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં ૬,૦૦૦ રન નોંધાવનારો પહેલો ક્રિકેટર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પેરેન્ટ્‌સ બન્યા છે. આઈપીએલ શરૂ થઈ ત્યારે આરસીબીની ટીમ ચેન્નાઈમાં હતી. જે બાદ હાલમાં જ મુંબઈ આવી છે. ત્યારે વિરાટ સાથે વામિકા અને અનુષ્કા પણ ચેન્નાઈમાં હતા. તેઓ પણ મુંબઈ એરપોર્ટ પર આરસીબીની ટીમ સાથે જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કાએ દીકરીને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. તેમણે મીડિયાના ફોટોગ્રાફર્સને પણ વિનંતી કરી છે કે તેઓ દીકરીની તસવીરો ક્લિક ના કરે.
હાલમાં જ વિરાટ-અનુષ્કાની બીજી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ આરસીબીના પ્લેયર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે જોવા મળી રહ્યા છે. અઝહરુદ્દીને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં તે ’વિરુષ્કા’ સાથે પોઝ આપી રહ્યો છે. ફેન્સને ’વિરુષ્કા’ની આ નવી તસવીર પણ ખૂબ પસંદ આવી રહી છે.
જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કા ફેન્સને હંમેશાથી કપલ ગોલ્સ આપતા રહ્યા છે. તેમની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. કપલ રોમેન્ટિક તસવીરો ઉપરાંત એકબીજા સાથે મસ્તી કરતાં ફની વિડીયો શેર કરીને પણ ફેન્સને મનોરંજન આપતા રહે છે.

Related posts

નેકારીયા ગામમાં ૨૧ વર્ષ થી પૌરાણિક આંટી ગરબાની યુવાનો ની રમઝટ

aapnugujarat

यूएस ओपन : फेडरर-जोकोविक प्री-क्वार्टर फाइनल में पहुंचे

aapnugujarat

डॉक्टरों से सलाह लेने के लिए इंग्लैंड जाएंगे बुमराह : बीसीसीआई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1