Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં બે ડૉક્ટર પોઝિટિવ હોવા છતાં દર્દીઓને કરે છે સેવા

ભાવનગરમાં કોરોનાનાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં બેડની સાથેસાથે ડોકટરોની પણ અછત સર્જાઈ છે. ભાવનગર નાં એવા બે ડોકટર જે કોવિડ પોઝિટિવ આવ્યા છતાં કોરોના નાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. બંને ડોકટર સાથેની વાતચીત દરમિયાન તેમનો સેવા કરવાનો જુસ્સો છલકાઈ આવે છે. તેઓ દર્દીઓની સાથેસાથે એકબીજા ની પણ સારવાર કરી રહ્યા છે. અત્યારનાં સમયમાં ડો. હિરેન કવા અને ડો. ભાવેશ સોલંકી એકબીજાની સારવાર પણ કરી રહ્યા છે.
ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલ માં ક્રિટીકલ કેર સ્પેશિયાલીસ્ટ તરીકે કાર્યરત ડો. હિરેન કવા મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને સોમવારે લક્ષણો દેખાવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તેમને ટેસ્ટ કરાવ્યો હતો. તેમના પરિવાર માં તેમના પત્ની માધવી, ૭ વર્ષ નો દીકરો યુવેન અને ૫ મહિના ની દીકરી ક્રિશા છે. કોરોના નાં દર્દીઓની વધતી જતી સંખ્યા ને જોતા એક ડોકટર તરીકે તેમને ઘરે રહેવું મંજૂર નહોતું. સાથેસાથે ઘરના તમામ સભ્યો ની સુરક્ષા ની જાળવણી પણ કરવાની હતી જેથી તેમણે સિટી કૉવિડ કેર ખાતે સારવાર આપવાનું નક્કી કર્યું.
અત્યારે તેઓ રોજિંદા ૪૦ દર્દીઓની સારવાર કરે છે. જેથી કામ પણ કરી શકે અને પરિવાર ને સુરક્ષા પણ આપી શકે. દિવસભર કામમાં હોવા છતાં પરિવાર ને બે વખત ફોન કરવાનું ભૂલતા નથી. તેઓ કોરોના નાં દરદીઓને ગભરાઈ ન જઈને યોગ્ય સારવાર લેવાનું કહે છે. તેઓ કોરોના હોવા છતાં દિનભર દર્દીઓ માટે ઉપલબ્ધ હોય છે.
પોતાની ૧૦ મહિનાની બેબી દ્વિજા થી દુર રહીને ડો. સોલંકી અત્યારે કોરોનાગ્રસ્ત હોવા છતાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ પણ સિટી કોવિદ કેર ખાતે ફરજ બજાવે છે. કોરોના ગ્રસ્ત બધા ડોકટરો જો ઘરે રહે તો બાકીની ટીમ પર ભારણ વધી જાય તેવું જણાવતા ડો. સોલંકી કહે છે કે હું અને ડો.કવા અત્યારે એકબીજા ની સારવાર પણ કરીએ છીએ. આ મુશ્કેલી નાં સમયમાં ડોકટરો પીછેહઠ ન કરી શકે. અમે બંને ડોકટરો થોડો થોડો આરામ કરી શકીએ માટે હું સવારે રાઉન્ડ લઉં છું અને ડો. કાવા સાંજે દર્દીઓને તપાસે છે. કોઈપણ ઇમરજન્સી માટે અમે બંને હાજર જ છીએ.??????? રવિવારે હું પોઝિટિવ આવ્યો ત્યારબાદ જ મેં નક્કી કરી લીધું હતું કે હવે અહીં રહીને દર્દીઓની સેવા કરવી. જોકે ડોકટર નાં પરિવારજનો પણ અમારી શું ફરજ છે તેનો ખ્યાલ હોય છે અને હંમેશા સાથ આપે છે.

Related posts

જનતાની સમસ્યા માટે ગૃહમાં કોંગ્રેસ આક્રમક દેખાવો કરશે : ધાનાણી

aapnugujarat

દાહોદની સિવિલને ઝાયડસને સોંપાયા બાદ દર્દીઓ પાસેથી સારવાર પેટે ચાર્જ વસૂલાતા અરજી કરાઈ

aapnugujarat

आज यूनेस्को की कमिटी द्वारा निर्णय जारी किया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1