Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૨મીથી સુપ્રીમ કોર્ટ આગલા આદેશ સુધી બંધ

કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર બહુ જરૂરી કેસની સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં વધતા સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટને આગલા આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. જો કે કોર્ટમાં માત્ર બહુ જ જરૂરી કેસ જ સાંભળવામાં આવશે. મંગળવારે આ અંગે એક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આ આદેશ હેઠળ પહેલાથી સૂચિબદ્ધ કેસોને ટાળી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના ઘણા લોકો કોરોના સંક્રમિત થવાના કારણે રજિસ્ટ્રાર કોર્ટ અને ચેમ્બર્સ કેસોને પણ સુનાવણી માટે લેવામાં આવશે નહિ. આદેશ મુજબ રેગ્યુલર કોર્ટ અને રજિસ્ટ્રાર કોર્ટ ગુરુવારથી નહિ બેસે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના ઘણા કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના ૪૦થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે આ આદેશ બાદ સુપ્રીમ કોર્ટમાં માત્ર એવા કેસોની સુનાવણી કરવામાં આવશે જેમાં કોઈ દોષીને મોતની સજા મળી હોય. કોઈ સંપત્તિને નુકશાન પહોંચાડતા કેસ, આગોતરા જામી કે જામીન અંગેના કેસ, ચૂંટણી અંગેના કેસ, સરકારી કૉન્ટ્રાક્ટ્‌સ સાથે જોડાયેલા કેસ, કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના કેસ, હરાજી સાથે જોડાયેલા કેસની સુનાવણી જ સુપ્રીમ કોર્ટમાં થશે. આ ઉપરાંત જો રજિસ્ટ્રાર કોઈ કેસને અર્જન્ટ સુનાવણી માટે સૂચિબદ્ધ કરે તો કોર્ટ તેના પર પણ સુનાવણી કરી શકે છે.

Related posts

छत्तीसगढ़ के नक्सल प्रभावित इलाकों में विकास के साथ जारी रहेगा सुरक्षाबलों का ऑपरेशन

aapnugujarat

पंजाब में किसानों के आंदोलन को विफल करना चाहते हैं असामाजिक तत्व : सुखबीर बादल

editor

યોગી સરકારે યુપીકોકા બિલને મંજુરી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1