Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાના બનાવની સંખ્યામાં ઘટાડો થયો : લોકસભામાં ગૃહમંત્રાલય દ્વારા રિપોર્ટ રજુ કરાયો

લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાના બનાવોમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૭માં પથ્થરમારાના બનાવો ૬૬૪ બન્યા છે જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા ૨૮૦૮ હતી. ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે મોનસુન સત્ર દરમિયાન માહિતી આપી હતી કે, પથ્થરમારાના બનાવોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. એક અહેવાલ રજૂ કરતા તેઓએ શ્રેણીબદ્ધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા અને વાયએસઆર કોંગ્રેસના રાજામોહન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હંસરાજ આહિરે કહ્યું હતું કે, પથ્થરમારાના બનાવોમાં ઘટાડો થયો છે. અહેવાલમાં ૨૦૧૦ અને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં બનેલા બનાવોની સરખામણી કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જુલાઈ ૨૦૧૭ સુધીના આંકડાને સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ આ વર્ષે કાશ્મીર ખીણમાં સક્રિય રહેલા ૯૫ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સુરક્ષા દળોએ કુલ ૨૧૬૯૫ ત્રાસવાદીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે, કાશ્મીર ખીણમાં હિંસાના બનાવોમાં પણ ઘટાડો થયો છે. જો કે, ગયા વર્ષે ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યા ૨૦૧૦માં નોંધાયેલી સંખ્યા કરતા આશરે આઠ ગણી વધારે છે. ગૃહમંત્રાલયના આંકડા કહે છે કે, કાશ્મીરમાં અંધાધૂંધીમાં ૪૦૦૦૦ લોકોના મોત થઇ ચુક્યા છે. જમ્મુના નિવાસી રમણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રાઈટ ટુ ઇન્ફોર્મેશન અરજીના જવાબમાં ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરનું કહેવું છે કે, ૧૯૯૦થી માર્ચ ૨૦૧૭ સુધીના ગાળામાં ૧૩ હજાર સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ માહિતી આપી છે કે, છેલ્લા ૨૭ વર્ષના ગાળામાં કાશ્મીરમાં રક્તપાતમાં ૧૩૯૪૧ નાગરિકોના મોત થયા છે. આરટીઆઈ અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૧ જમ્મુ કાશ્મીરમાં વર્તમાન ઇતિહાસમાં સૌથી હિંસક વર્ષ રહ્યું છે. આ વર્ષે ૯૯૬ નાગરિકો, ૫૩૬ સુરક્ષા જવાનો અને ૨૦૨૦ ત્રાસવાદીઓ સહિત ૩૫૫૨ લોકોના મોત થઇ ચુક્યા છે. જો કે, વર્ષ ૧૯૯૫ અને ૧૯૯૬ વચ્ચેના ગાળામાં સૌથી વધુ સંખ્યામાં નાગરિકોના મોત થયા છે. આ બંને વર્ષે ક્રમશઃ ૧૩૪૧ અને ૧૦૩૧ નાગરિકોના મોત થયા છે. ૨૦૦૬થી ૨૦૧૨ વચ્ચેના ગાળામાં સ્થિતિ શાંતિપૂર્ણ રહી છે. ૨૦૧૨માં ૧૫ નાગરિકો અને ૧૫ સુરક્ષા જવાનો અને ૭૨ ત્રાસવાદીઓ સહિત ૧૦૨ લોકોના મોત થયા છે. ૬૫ સુરક્ષા જવાનો આ ગાળા દરમિયાન ઘાયલ થયા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો મેથી ડિજિટલ બેંકિંગ સાથે જોડાશે

aapnugujarat

પંચકુલાનાં પ્લોટ ફાળવણી કેસમાં ભુપેન્દ્રસિંહ હુડા અને છત્રસિંહની પુછપરછ

aapnugujarat

‘ધ કપિલ શર્મા’ શોમાંથી સિદ્ધુને કાઢી મૂકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1