Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો મેથી ડિજિટલ બેંકિંગ સાથે જોડાશે

દેશના આશરે ૩૪ કરોડ પોસ્ટઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ અથવા તો બચત ખાતા ધારકો મે મહિનાથી તમામ સર્વિસ ઓનલાઈન મેળવી શકશે. સરકારે પોસ્ટ ઓફિસ ખાતાઓને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકથી લિંક કરવા માટે મંજુરી આપી દીધી છે. મે મહિનાથી પોસ્ટ ઓફિસના ખાતા ધારકોને પણ ડિજિટલ બેંકિંગ સર્વિસનો લાભ મળવાની શરૂઆત થઇ જશે. નાણામંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, નાણા મંત્રાલય દ્વારા પોસ્ટ ઓફિસના બેંક ખાતાના આઈપીપીબીથી લિંક કરવાને મંજુરી આપી દીધી છે. આનો મતલબ એ થયો કે હવે પોસ્ટ ઓફિસના ખાતા ધારકો પણ ઓનલાઈન પોતાના એકાઉન્ટથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. ૩૪ કરોડ બચત ખાતામાંથી ૧૭ કરોડ પોસ્ટ ઓફિસ બચત ખાતાના ખાતાઓ છે. બાકી માસિક ઇન્કમ સ્કીમ અને આરડી હેઠળ આવે છે. સરકારના આ પગલાથી દેશના સૌથી મોટા બેંકિંગ નેટવર્ક પણ બનાવવામાં સફળતા મળશે. કારણ કે ભારતીય ટપાલ ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસની શાખાને આઈપીપીબી સાથે લિંક કરવાની યોજના ધરાવે છે. ભારતીય ટપાલે મહત્વપૂર્ણ બેંકિંગ સર્વિસની શરૂઆત કરી દીધી છે પરંતુ હાલમાં પૈસા ટ્રાન્સફર હાલમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં જ થઇ શકશે. સુત્રોનું કહેવું છે કે, આઈપીપીબીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંભાળે છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસની બેંકિંગ સર્વિસ નાણામંત્રાલય હેઠળ આવે છે. આઈપીપીબી કસ્ટમર્સ, એનઇએફપી, આરટીજીસી અને અન્ય મની ટ્રાન્સફર સર્વિસનો ઉપયોગ કરીને લાભ ઉઠાવી શકાશે જે અન્ય રીતે બેંકિંગ કસ્ટમરો લાભ ઉઠાવે છે.
એક વખતે પોસ્ટ ઓફિસ બચત ખાતા આઈપીપીબીથી લિંક થઇ ગયા બાદ તમામ કસ્ટમરો બીજા બેંકની જેમ જ કેસ ટ્રાન્સફરની તમામ સેવાનો ઉપયોગ કરી શકશે. ભારતીય ટપાલની મે મહિનાથી કેટલીક નવી વ્યવસ્થા અમલી બની ગઈ છે. મે મહિનાથી ભારતીય ટપાલ તમામ ખાતા ધારકોને આ સુવિધાનો લાભ આપવાની યોજના ધરાવે છે. આ સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જો પોસ્ટ ઓફિસ ખાતા ધારક આને અપનાવવા ઇચ્છશે તો તેમના ખાતાને આઈપીપીબી સાથે લિંક કરવામાં આવશે. ભારતીય ટપાલની યોજના આ મહિનાથી તમામ ૬૫૦ આઈપીપીબી શાખાઓને શરૂ કરવાની યોજના છે. આ તમામ ૬૫૦ બ્રાંચ જિલ્લાના નાના પોસ્ટ ઓફિસ સાથે જોડાશે. દેશમાં હાલમાં ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ છે જે પૈકી ૧.૩ લાખ ગ્રામીણ વિસ્તારમાં છે. ૧.૫૫ લાખ શાખાની સાથે ભારતીય ટપાલ દેશનું સૌથી મોટુ બેંકિંગ નેટવર્ક બનાવ લેશે. ૩૪ કરોડ જેટલા લોકો મે મહિનાથી સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ સર્વિસનો લાભ લઇ શકશે. કારણ કે, સરકારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે આવા ખાતાને લિંક કરવાને મંજુરી આપી દીધી છે.

Related posts

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે

aapnugujarat

उर्मिला मांतोंडकर ने थामा शिवसेना का हाथ

editor

ગુલામ નબી આઝાદના સમર્થનમાં ૬૪ નેતાઓએ પાર્ટી છોડી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1