Aapnu Gujarat
રાષ્ટ્રીય

વધુ એક અમરનાથ શ્રદ્ધાળુનું મોત : મૃતાંક વધીને ૪૮ થયો

અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો યથાવતરીતે જારી રહ્યો છે. આજ વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથમાં દર્શન કર્યા હતા. બીજી બાજુ વદુ એક શ્રદ્ધાળુના મોતની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૪૮ ઉપર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશના ૬૦ વર્ષીય એક શ્રદ્ધાળુનુ મોત થયુ છે. પિસ્સુ ટોપ ખાતે રોમેશ્વર પાટીદારનુ મોત થયુ હતુ. ગુફાથી નુનવાન બેઝ કેમ્પ તરફ પરત ફરતી વેળા તેમનુ મોત થયુ હતુ. અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઇ ઘટાડો થયો નથી. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષે હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો. ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા. છેલ્લા ૧૮ વર્ષમાં ૫ ત્રાસવાદી હુમલા અરમનાથ યાત્રીઓ ઉપર થયા છે. ૪૦ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા ૨૯મી જુનના દિવસે શરૂ થઇ હતી. હવે તે રક્ષા બંધનના દિવસે એટલે કે સાતમી ઓગષ્ટના દિવસે પૂર્ણ થશે. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધે છે. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી રહે છે.
જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે ચાલે છે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમેન અને જમ્મુ કાશ્મીરના ગવર્નર એનએન વોરાએ કહ્યુ છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા સાથે સંબંધિત મામલામાં ચર્ચા કરવામાં આવી ચુકી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે હજુ સુધી મેડિકલ કારણોસર ૧૯ના મોત થયા છે જ્યારે ૨૦ના મોત અકસ્માતોમાં થયા છે.

Related posts

ડોકલામ વિવાદ વચ્ચે ચીની સેનાનું શક્તિ પ્રદર્શન : યુદ્ધ માટે તૈયાર રહો : જિનપિંગ

aapnugujarat

अनुच्छेद 370 हटाने से J&K में शांति स्थापित होगी : अमित शाह

aapnugujarat

બેંગ્લોર એર શો : બે વિમાન ટકરાતા આગ : એક પાયલોટનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1