Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડોકલામ વિવાદ વચ્ચે ચીની સેનાનું શક્તિ પ્રદર્શન : યુદ્ધ માટે તૈયાર રહો : જિનપિંગ

પીપલ્સ લિબ્રેશન આર્મીની સ્થાપનાના ૯૦ વર્ષ પુરા થવાના પ્રસંગે ઉત્તરીય ચીન સ્થિત એક લશ્કરી બેઝ ઉપર ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા એડવાન્સ ફાઇટર જેટથી લઇને અનેક ચીની લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો. ખાસ બાબત એ રહી હતી કે, ચીની પ્રમુખ શી જિંગપિંગ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિંગપિંગે યુદ્ધ માટે તૈયાર રહેવા ચીનની સેનાને અપીલ કરી હતી. આ મિલીટ્રી પરેડને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ પ્રથમ વખતઆવું બન્યું છે કે જ્યારે જિંગપિંગે લશ્કરી ટુકડીઓનું નિરીક્ષણ કર્યું છે અને સાથે સાથે સેનાના વસ્ત્રોમાં ઉપસ્થિત રહીને સેનાના જવાનોનો ઉત્સાહ વધાર્યો છે. ૧૯૪૯ના કોમ્યુનિસ્ટ આંદોલન બાદ આવું પ્રથમ વખત થયું છે જ્યારે પહેલી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવનાર આર્મી ડેથી બે દિવસ પહેલા ચીને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું છે. સાથે સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. શક્તિ પ્રદર્શનમાં ટેંક, ગાડીઓ ઉપર ન્યુક્લિયર મિસાઇલો, પરંપરાગત ફાઇટર વિમાનોથી લઇને અતિઆધુનિક જે૨૦ સ્ટીલ્થ વિમાન પણ રજૂ કરાયા હતા. સમગ્ર દુનિયામાં ચીનની પાસે હાલમાં સૌથી મોટી સેના છે. ચીન હાલમાં પોતાની સેનાના આધુનિકીકરણમાં વ્યસ્ત છે. આ ક્રમમાં જ ચીને ભૂમિ સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અને વિકાસ ઉપર વધારે ધ્યાન ેકન્દ્રિત કર્યું છે.
ટેકનોલોજી વિકાસને વધારે મહત્વ અપાઈ રહ્યું છે. ડોકલામ સરહદી વિવાદને લઇને ભારત અનેચીન આમને સામને છે. છેલ્લા બે મહિનાથી આ મડાગાંઠ પ્રવર્તી રહી છે. ચીની મિડિયા અને અધિકારીઓ દ્વારા વારંવાર યુદ્ધની ધમકી વચ્ચે તંગદિલી ઘટાડવાના પ્રયાસ સફળ થાય તેવા દખાઈ રહ્યા નથી. ભારતીય એનએસએ અજીત દોભાલ તાજેતરમાં જ ચીનના પ્રવાસથી પરત ફર્યા છે. સિક્કિમ સરહદી વિવાદ પર મડાગાંઠને દૂર કરવામાં તેમને સફળતા મળી નથી. લશ્કરી સેનાનું નિરીક્ષણ કર્યા બાદ શી જિંગપિંગે કહ્યું હતું કે, પીપલ્સ લિબ્રેશન આર્મીએ જંગ માટેની તૈયારીઓને જ પોતાના એક માત્ર અને આધારભૂત માપદંડ તરીકે બનાવવાની જરૂર છે. જિંગપિંગના કહેવા ુજબ સંપૂર્ણ ધ્યાન હમેશા જંગની તૈયારી ઉપર હોવું જોઇએ જેથી પોતાનો ખાસ અને અતિ શક્તિશાળી સેનાને પરિવર્તિત કરી શકીયા છે. હમેશા જીત પણ મળી શકાય તેવી તૈયારી કરવી જોઇએ. પ્રમુખે પોતાના અધિકારીઓ અને સૈનિકોને અપીલ કરી હતી કે, તેઓ રસેનાને વધુ એલર્ટ રાખવા ઇચ્છુક છે. ફેરફાર મારકફતે સેનાને મજબૂત કરવામાં આવે તે જરૂરી છે. સાયન્સ અને ટેકનોલોજી મારફતે સેનાને વધુ આધુનિક બનાવવામાં આવે તેના ઉપર જિંગપિંગે ભાર મુક્યો હતો. જાણકાર લોકો માની રહ્યા છે કે, ચીન સરહદ ઉપર આ સંઘર્ષ મારફતે ભારતના રાજકીય માહોલને જોવાના પ્રયાસમાં છે. બીજી બાજુ ચીની શાસકો ઉપર સ્થાનિક લોકોનું દબાણ પણ વધી રહ્યું છે. વહેલીતકે યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇને ચીની રાજનેતાઓની પ્રજા પ્રત્યની જવાબદારી વધી રહી છે. ચીનની જનતા સરકાર ઉપર દબાણ લાવી રહી છે.

Related posts

वर्ल्ड डायबीटीज डे मनाया डायाबीटीज से रहे बचकर

aapnugujarat

સાસુ-સસરાની માનસિક શાંતિ માટે પુત્રવધૂને બેઘર ન કરી શકાય : BOMBAY HIGH COURT

aapnugujarat

2 Pak infiltrators from L-e-T killed and 1 of their injured associates fled back to PoK at Rajouri

editor

Leave a Comment

UA-96247877-1