Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંચકુલાનાં પ્લોટ ફાળવણી કેસમાં ભુપેન્દ્રસિંહ હુડા અને છત્રસિંહની પુછપરછ

સીબીઆઈએ આજે પંચકુલામાં ૧૪ ઔદ્યોગિક પ્લોટની ફાળવણીમાં ગેરરીતિના સંબંધમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા અને યુપીએસસીના સભ્ય છત્રસિંહની આકરી પુછપરછ કરી હતી. હુડા અને છત્રસિંહને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ કલાકો સુધી તેમની પુછપરછ ચાલી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એજન્સીના હેડક્વાર્ટર ખાતે સીબીઆઈના તપાસકારો સમક્ષ આ બંને ઉપસ્થિત રહ્યા હતા. હુડા અને છતરસિંહને વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ કેસ મુખ્યમંત્રી તરીકેના હુડાના શાસનકાળ દરમિયાન ૧૪ ઔદ્યોગિક પ્લોટની ફાળવણીમાં ભ્રષ્ટાચારમાં તપાસ કરવા સીબીઆઈ એફઆઈઆર સાથે સંબંધિત છે. એફઆઈઆરના જણાવ્યા મુજબ ઔદ્યોગિક પ્લોટ ૧૪ લોકોને આપવામાં આવ્યા હતા. ચોક્કસ જોગવાઈઓ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આમા અરજીદારોને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. રજૂઆત માટેની તારીખ પૂર્ણ થઇ ગયા બાદ પણ તેમની અરજી સુપરત કરવા વધારે સમય આપવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૪ લોકોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ૨૪મી જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે અરજીઓ સુપરત કરવામાં આવી હતી. અહીં અરજી સુપરત કરવાની છેલ્લી તારીખ અગાઉની હતી. હુડા ઉપરાંત અન્ય લોકોના નામ પણ એફઆઈઆરમાં આવ્યા હતા. એફઆઈઆરમાં જે અન્ય લોકોના નામ સપાટી ઉપર આવ્યા હતા તેમાં નિવૃત્ત આઈએએસ ઓફિસર ડીપીએસ નાગલ, તત્કાલીન હુડાના મુખ્ય વહીવટીકારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાયનાન્સના તત્કાલિન કન્ટ્રોલર એસસી કંસાલ અને હુડાના તત્કાલીન ડેપ્યુટી અધિકારી તનેજાનો સમાવેશ થાય છે. એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે, ભારે બેદરકારીપૂર્વક પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. પ્રવર્તમાન માર્કેટ રેટ કરતા ઓછી કિંમતે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તમામ ફાળવણી રાજકારણીઓ, અધિકારીઓ સાથે સંબંધિત હતી.

Related posts

બજેટમાં ખેડુતો, કૃષિ ક્ષેત્ર માટે રાહતોનો વરસાદ કરાયો

aapnugujarat

હવે ટ્રેન સંચાલનમાં વિલંબ થશે તો પ્રમોશન પર અસર

aapnugujarat

કાર્તિને મોટો ફટકો : તપાસ જારી રાખવા સુપ્રીમનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1