Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્ય પણ સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને કન્ટેનમેન્ટમાંધી દૂર કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા અમદાવાદ નદીપારના નવા ૧૧ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૬ અને પૂર્વ ઝોનમાં વધુ ૨ સ્થળોને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે ગોતામાં સૌથી વધુ ૫૬ મકાનના ૨૧૫ લોકોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, જેવી ગત વર્ષે પણ જોવા નહતી મળી. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદ અને સુરત જેવા શહેરો કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહ્યા હોય, તેમ પ્રતિદિન કોરોના કેસોનો આંકડો નવો રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના વિક્રમજનક ૬૧૩ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Related posts

ગોતા ચોકડી પાસેના મકાનોને લઇ સ્તવન પરિશ્રય બિલ્ડર સામે ફરિયાદ દાખલ થઇ

aapnugujarat

કુબેરનગરમાં પરિણીતાના મોંઢા પર પ્રેમીએ છરીના ઘા ઝીંકયા

aapnugujarat

લક્ઝરી બસમાંથી દારૂની પાંચ બોટલો ઝડપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1