Aapnu Gujarat
National

કેરળના પૂર્વ સાંસદની છોકરીઓને ચેતવણી, રાહુલ ગાંધીથી દૂર રહો

કેરળના ઇડુક્કીના પૂર્વ સાંસદ જૉયસ જ્યોર્જે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અશોભનીય ટિપ્પણી કરી છે. તેમણે આવી ટિપ્પણી કરતા છોકરીએને ચેતવણી આપી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરે, કારણ કે તેઓ કુંવારા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે કે તેઓ ફક્ત છોકરીઓની કૉલેજમાં જશે અને તેમને શીખવશે કે તેઓ કેવી રીતે નીચે ઝૂંકવું અને વળવું. મારા પ્રેમાળ બાળકો રાહુલ ગાંધી સામે ઝૂકવું કે વળવું નહીં, ટટ્ટાર ઊભા રહેવું. ધ્યાન રાખો કે તેઓ હજુ અપરિણીત છે.જ્યોર્જ ઇડુક્કી જિલ્લામાં એમએમ મણીના પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પૂર્વ અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે. જેમને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટનું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે રાહુલ ગાંધી કોચ્ચીની એક કૉલેજમાં ગયા હતા. અહીં વિદ્યાર્થિનીઓના આગ્રાહ બાદ તેમણે અકીડોના પાઠ શીખવ્યા હતા. અકીડો એક પ્રકારની જાપાની માર્શલ આર્ટ છે.
જ્યોર્જે રાહુલ ગાંધીની આ મુલાકાતના સંદર્ભમાં આવું નિવેદન કર્યું હતું.રાહુલ ગાંધીએ સેન્ટ ટેરેસા કોલેજમાં જણાવ્યું હતું કે છોકરીઓ કેવી રીતે અકીડો શીખીને પોતાના સન્માનનું રક્ષણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જાપાની માર્શલ આર્ટ અકીડોને તાલિમ લીધી છે.સેન્ટ ટેરેસા કોલેજ ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાની તાકાતની પોતે જ નથી ઓળખી શકતી. તેઓ એવું નથી જાણતી કે તેમની અંદર ક્યાંથી તાકાત આવે છે અને તે કેવી રીતે કામ કરે છે. આ મહિલા સશક્તિકરણનું મુખ્ય બિંદુ છે.કેરળના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ જ્યોર્જની આવી ટિપ્પણીને મહિલાઓ અને રાહુલ ગાંધીની વિરોધી ગણાવી હતી. તેમણે કહ્યુ કે, જ્યોર્જ સામે કેસ દાખલ થવો જોઈએ. તેમણે મહિલાઓ અને રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે.આ અંગે જ્યોર્જનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે બાદમાં તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આ વીડિયો મામલે ખુદ સીપીએમનું કહેવું છે કે આવી કૉમેન્ટ ન કરવી જોઈએ.

Related posts

कर्नाटक: निवेशकों को तेलंगाना व तमिलनाडु से आया निमंत्रण, सीएम बोम्मई बोले…

aapnugujarat

ભાજપને કેરાલાના લોકો વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે : શાહ

editor

કેરળમાં કુદરતનો કહેર, ૧૦થી વધુ મોત

editor

Leave a Comment

UA-96247877-1