Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં હવે હીટવેવની દહેશત

રાજ્યમાં કોરોનાના કેસો વધવાથી લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે અમદાવાદીઓના માથે વધુ એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરમાં હાઇ લેવલના કોરોના સંક્રમણની સાથે હવે હીટવેવમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ૨૩મી માર્ચથી લઈને ૫૦૦ કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ હતી, જે આજે ૬૦૦નો આંકડો વટાવી ગયો છે. કોરોનાની દહેશતની સાથે લોકો ગરમી વધવાથી લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે.હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૧.૧ ડીગ્રી વધી રવિવારે ૪૧.૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો ૪૨ ડીગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. રવિવારે દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીથી વધુ રહ્યો હતો. ૧૧ શહેરમાં તો ગરમી ૪૧ ડીગ્રીને પાર કરી ગઈ હતી. ૪૨.૭ ડીગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર સૌથી ગરમ હતા. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે.

Related posts

બિટકોઈન કેસ : ધવલ અને પિયુષ સાવલીયાનું શૈલેષે અપહરણ કરાવ્યું હતું

aapnugujarat

ईसनपुर में दो भाईयों ने युवक को जिंदा जलाया

aapnugujarat

અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં દર્દીનો ઘસારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1