Aapnu Gujarat
રાષ્ટ્રીય

પિનરાઈ વિજયને જૂડસની જેમ કેરળ સાથે દગો કર્યો : પીએમ મોદી

કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી ૬ એપ્રિલે એક જ ચરણમાં યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળના પલક્કડમાં ભારતીય જનતા પાર્ટીની એક રેલીને સંબોધિત કરી.
પીએમ મોદીની સાથે મંચ પર મેટ્રો મેન ઈ. શ્રીધરન ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી પિરનાઇ વિજયનની તુલના પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનારા તેમના ધર્મદૂત જુડસ સાથે કરી.વડાપ્રધાને કહ્યું કે, જૂડસે લોર્ડ ક્રાઇસ્ટને ચાંદીના થોડાક ટુકડાઓ માટે દગો આપ્યો હતો. હવે પિનરાઈ વિજયન અને એલડીએફ પણ કેરળ સાથે સોનાના કેટલાક ટુકડાઓ માટે દગો કરી રહ્યા છે.
બાઇબલના ન્યૂ ટેસ્ટામેન્ટ મુજબ, જૂડસ ઇસ્કૈરિયટ ઈસુ ખ્રિસ્તના ૧૨ મૂળ ધર્મદૂતોમાં સામેલ હતા. પ્રધાન પાદરીના કહેવા પર ઈસુ સાથે દગો કરવા માટે તેમણે વધુ યાદ રાખવામાં આવે છે. રેલીમાં પીએમ મોદીએ પિનરાઈ વિજયનની તુલના જૂડસ સાથે કરી તો બીજી તરફ મેટ્રો મેન ઈ. શ્રીધરનને કેરળના સાચા દીકરા ગણાવ્યા. નોંધનીય છે કે, ઈ. શ્રીધરન કેરળની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી તરફથી મુખ્યમંત્રી ચહેરો છે.
બીજેપીએ સોનાની તસ્કરી મામલાને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. હાલમાં જ ગૃહ મંત્રી અમિત શાહ એ પણ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર આ ગોટાળાના આરોપીઓ સાથે કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો હતો. રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, બીજેપી કેરળ માટે એક એવી સ્થિતિ રજૂ કરશે, જે યથાસ્થિતિથી અલગ હશે, કારણ કે પાર્ટીએ ઈ. શ્રીધરનને એક વિકલ્પના રૂપમાં રજૂ કર્યા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેટ્રો મેન શ્રીધરન એક એવી વ્યક્તિ છે જેઓએ ભારતને આધુનિક બનાવવા અને કનેક્ટિવિટીને શ્રેષ્ઠ બનાવવામાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે. સમાજના તમામ વર્ગો દ્વારા વખાણાયેલા વ્યક્તિએ પોતાની જાતને કેરળની પ્રગતિ માટે સમર્પિત કરી છે. કેરળના એક સાચા દીકરાના રૂપમાં તેઓએ સત્તાથી વિશેષ વિચાર્યું અને કેરળ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર દૃઢ રહ્યા છે.

Related posts

नेताओ के नाम शिवसेना-बीजेपी का संदेश- गठबंधन और सीएम पद पर मीडिया से न करे बात

aapnugujarat

३ साल में किसानों की हालत बद से बदतर हुई : कमलनाथ

aapnugujarat

कर्नाटक में जिलेटिन स्टिक धमाके से छह लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1