Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહ વાઘેલાના જન્મદિવસે યોજાશે સમસંવેદના સમારોહ, સમર્થકોને આપશે સંદેશો

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ માધ્યમો સાથેની મુલાકાતમાં જીએસટી, યુરીયા અને સમસંવેદના કાર્યક્રમના આયોજન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર અને ગુજરાત સરકારને અનુરોધ કરું છું કે, ગુજરાતના વેપારીઓ કે જેઓને જીએસટી બાબતે અસમંજસ છે અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે તેવા વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી, વેપારીઓ જીએસટીથી માહિતગાર થાય ત્યાં સુધી એટલે કે અંદાજિત એક વર્ષ સુધી તેમને જીએસટીમાંથી મુક્તિ આપવી જોઈએ.વેપારીઓના બચાવમાં આવેલાં બાપુએ કહ્યું કે વેપારધંધા બંધ રાખવાનો કોઈ વેપારીને શોખ ન હોય, પરંતુ સરકાર સામે વિરોધ દર્શાવવાનું આ માધ્યમ છે એમ માની વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે એમની વાત ગુજરાત અને ભારત સરકાર સમજે, ચૂંટણીઓ સુધી રાહ ન જુએ અને જીએસટીનું અમલીકરણ પ્રજાના હિતમાં એકાદ વર્ષ મોડું કરે.તેમણે ગુજરાતમાં યુરીયા ખાતરના ભાવ વધુ હોવાનું જણાવતાં અપીલ કરી કે અન્ય રાજ્યોમાં એક થેલીનો ભાવ રૂા. ર૯પ લેવાય છે. પરંતુ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ૨૦% વધારે ભાવ યુરિયાની થેલી ઉપર ખેડૂતોએ ચૂકવવો પડે છે. ખેડૂતોને ખેતી માટેના ઈનપુટ્‌સના વધારે ભાવ આપવા પડે છે. અન્ય રાજ્યો અને ગુજરાતમાં પણ યુરિયા ખાતરનો ભાવ એકસરખો જ હોવો જોઈએ તેવી માગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે કરી હતી.વિપક્ષ નેતાઓ તેમના આગામી જન્મદિવસ ૨૧ જુલાઇએ સમસંવેદના સમારંભ કાર્યક્રમ યોજવાની જાહેરતા કરી છે. તેમણે કહ્યું કે, તેમના મતવિસ્તારના લોકો અને અનેક મિત્રોનો આગ્રહ હતો કે, વિરોધપક્ષના નેતા તરીકે નિમાયા ત્યારથી આજદિન સુધી જન્મદિવસની કોઈ ઉજવણી કરી નથી. આ સહુએ ભેગા મળી શંકરસિંહ વાઘેલા જન્મદિવસ સમિતિ બનાવી છે અને મને પણ આ સમારંભમાં ખાસ હાજર રહેવા જણાવ્યું છે. આ સમારંભનું નામ “સમસંવેદના સમારંભ” છે. ૨૧જુલાઇએ શુક્રવારે બપોરે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૭૭માં વર્ષની એન્ટ્રીના દિવસે આ સમારંભમાં ઉપસ્થિત રહી, હું ગુજરાતની જનતાને સંદેશો પાઠવીશ. આ સમારંભમાં વિરોધપક્ષના નેતા તરીકે વિરોધપક્ષના તમામ ધારાસભ્ય, એનસીપલી અને જનતાદળના ધારાસભ્ય મિત્રોને વ્યક્તિગત પત્ર પાઠવીને સમારંભમાં હાજર રહેવા જણાવીશ.થોડા સમય પહેલાં શંકરસિંહ વાઘેલાના સમર્થકો સાથેના સંવાદ કાર્યક્રમમાં બાપુ કોઇ મહત્ત્વની જાહેરાત કરે તેવી હવા ફેલાઇ હતી, પરંતુ તેમ થયું ન હતું અને કોંગ્રેસના હાઇકમાન્ડની ચૂંટણીલક્ષી તૈયારીઓ પર બળાપો કાઢીને બાપુએ સંતોષ માન્યો હતો. હવે વળી આ સંમેલનના નામે શક્તિ પ્રદર્શનની જાહેરાતને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની દોડધામ વધી જવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઇ છે.

Related posts

बीसीआई एग्जाम में अहमदाबाद सेन्टर का परिणाम जारी हुआ

aapnugujarat

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું : જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

કટાવધામે વૃક્ષોનું વાવેતર કરાયું

editor

Leave a Comment

UA-96247877-1