Aapnu Gujarat
ગુજરાત

કટાવધામે વૃક્ષોનું વાવેતર કરાયું

વૃક્ષો વાવો વરસાદ લાવો અંતર્ગત આજે સુઇ ગામ તાલુકાનાં કટાવધામે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામજનોનાં સયુકત ઉપક્રમે વિશ્વકર્મા મંદિરની જગ્યાએ કટાવધામ ગાદીપતી મહંતશ્રી જયરામદાસબાપુનાં હસ્તે ઉંબરો રોપીને મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય વૃક્ષો જેવાં કે કણજી, લીમડો, બોરસલી, ગરમાળો, રામ બાવળ, જાંબુ, ઉંબરો જેવા ૧૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાનાં જીલ્લા સંયોજક નારણ રાવળ, ચિરાગ જાદવ, ભગવાનભાઇ તથા મંદિરનાં પુજારી નરેશભાઇ, ગામનાં અગ્રણી મહેશ ચૌધરી, વૃક્ષમિત્ર દિનેશ ચૌધરી સૌ હાજર રહ્યા હતાં. વૃક્ષોને સંસ્થા અને સૌનાં સહયોગથી ૩ વર્ષ માવજત કરીને ઉછેર કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે “મા નર્મદા મહોત્સવ”ની ઉજવણીના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠક

aapnugujarat

કડીના પીઆઈ ૨૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

ત્રણ મહિનાથી પેન્ડિંગ કેસોની તપાસ ઝડપી પૂર્ણ કરવા હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1