Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોબાઈલ મામલે મેજર પર જવાને ક્રોધે ભરાઈ એકે-૪૭થી ગોળીઓ વરસાવી

જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત એક જવાને મોબાઈલ ફોનના મુદ્દે પોતાના મેજરને ગોળી મારી દીધી. રેજિમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે મેજરને ખબર પડી કે જવાન ડ્યૂટી પર મોબાઈલ ફોન પર ચીપકી રહ્યો હતો. મેજરે જ્યારે તેને ફટકાર લગાવી અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો તો ગુસ્સે ભરાયેલા જવાને આ વારદાતને અંજામ આપ્યો. સેના પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ ૭૧ સશસ્ત્ર રેજિમેન્ટમાં તૈનાત મેજર શિખર થાપા ૮ રાષ્ટ્રીય રાઈફલ્સમાં નિયંત્રણ રેખા પાસે બુચાર પોસ્ટ પર તૈનાત હતાં. તેમના ધ્યાનમાં આવ્યું કે એક જવાન ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે જવાનને ઠપકો આપ્યો અને તેનો મોબાઈલ ફોન લઈ લીધો. આ દરમિયાન ફોન નીચે પડી ગયો અને ડેમેજ થયો. જવાન અને મેજર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.કહેવાય છે કે ગત રાતે નાયક કથીરેસન જી સાથે કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલી આ ઘટના બાદ જેવા મેજર આગળ વધ્યાં કે જવાને એકે-૪૭થી તેમના પર ફાયરિંગ કર્યું. અફરાતફરી મચતા મેજરને હોસ્પિટલમાં લઈ જવાયા. પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
સેના પોલીસ આ મામલે વિસ્તારથી તપાસ કરી રહી છે.

Related posts

૨૦ ડિસેમ્બર સુધીમાં પતાવી લો જરૂરી કામ, સતત ૫ દિવસ સુધી બંધ રહેશે બેંક

aapnugujarat

ભારતમાં ધાર્મિક આઝાદીના મામલે ચિંતાજનક સ્થિતિ : અમેરિકા

editor

એમએસપી શું છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1