Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં ધાર્મિક આઝાદીના મામલે ચિંતાજનક સ્થિતિ : અમેરિકા

અમેરિકામાં બાઇડન સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે તે ભારત સહિત ચાર દેશોને ધાર્મિક આઝાદીના મામલે ‘કન્ટ્રી ઑફ પાર્ટિકુલર કંસર્ન’ એટલે કે ચિંતાજનક સ્થિતિવાળા દેશોની સ્થિતિમાં રાખે. બાઇડન સરકારથી આ ભલામણ ગત વર્ષે એટલે કે ૨૦૨૦માં ભારતમાં ધાર્મિક આઝાદીની સ્થિતિને લઇને કરવામાં આવી છે. ભારત ઉપરાંત અમેરિકન કમિશને જે ત્રણ દેશોને આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાં રશિયા, સીરિયા અને વિયતનામ સામેલ છે.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદીને લઇને યૂનાઇટેડ સ્ટેટ્‌સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રીલિઝન્સ ફ્રીડમ (ેંજીઝ્રૈંઇહ્લ)ની રિપોર્ટમાં આ ભલામણ કરવામાં આવી છે. આયોગે ભારતમાં ધાર્મિક આઝાદીની સ્થિતિ ચિંતાજનક ગણાવી છે. આ ઉપરાંત અમેરિકન આયોગે ૧૦ દેશોને પણ ફરીથી આ યાદીમાં નાંખવાની ભલામણ કરી છે. આ દેશોમાં મ્યાંમાર, ચીન, ઇરિટ્રિયા, ઈરાન, નાઇજીરીયા, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, સાઉદી અરબ, તઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સામેલ છે.
અમેરિકન આયોગે ધાર્મિક આઝાદીના માપદંડ ઇન્ટરનેશનસ રીલિઝસ ફ્રીડમ એક્ટ (ૈંઇહ્લછ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. આયોગે ભારતને વિશેષ ચિંતાવાળા દેશોની શ્રેણીમાં સામેલ કરવાની ભલામણ કરી છે. ભારતે પહેલા કહ્યું હતુ કે, અમેરિકન સંસ્થા પોતાના પૂર્વાગ્રહો પ્રમાણે ઇન્ટરનેશનલ રીલિઝસ ફ્રીડમની યાદી નક્કી કરે છે. ગત વર્ષે અમેરિકન આયોગે આવી જ ભલામણ કરી હતી ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતુ, “અમે અમારા જૂના વલણ પર અડગ છીએ કે કોઈ બહારનું અમારા નાગરિકોની સ્થિતિ વિશે આવીને ના જણાવે જેમને સંવૈધાનિક સુરક્ષા મળી છે.” વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, ભારતમાં એવી વ્યવસ્થા છે જે ધાર્મિક સ્વતંત્રતા અને કાયદાની સુરક્ષાની ગેરંટી આપે છે.

Related posts

ભારતની મોટી સફળતા, અગ્નિ-5નું પરીક્ષણ સફળ

aapnugujarat

सहरसा तथा अम्बाला के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

सोहराबुद्दीन केस : राहुल सही सवाल पूछते तो अच्छा होता : जेटली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1