Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦ ડિસેમ્બર સુધીમાં પતાવી લો જરૂરી કામ, સતત ૫ દિવસ સુધી બંધ રહેશે બેંક

જો આપનું બેંકને લગતું કોઇ પણ કામ જો અધુરૂ હોય તો તેને ફટાફટ પતાવી લો કેમ કે બેંકોએ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે. બેંકો ૨૧થી ૨૬ ડિસેમ્બર પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે.૨૬ ડિસેમ્બરે તો બેંકો એ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરી દીધુ છે. પરંતુ બેંક ઑફિસરોના યુનિયને ૨૧ ડિસેમ્બરે પણ બેંકો બંધ રાખવાની ચીમકી આપી છે. વળી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસની રજા આવી રહી છે. આથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયોમાં બેંકના બધા જ કામકાજ ખોરવાઇ જવાની શક્યતા છે.ધ ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કોન્ફેડરેશને કહ્યું કે, ક્લાસ ૪ અને તેની ઉપરનાં અધિકારીઓને પગારનાં સેટલમેન્ટ અવગણ્યાં હોવાંથી તેનાં વિરોધને ધ્યાને રાખીને બેંકો દ્વારા ૨૧ ડિસેમ્બરે હડતાળ પાડવામાં આવી છે.જેથી આ હડતાળને લઇને ૨૧થી ૨૬ ડિસેમ્બર સુધી બેંકોનાં કામકાજ પણ ખોરવાય તેવી શક્યતા છે. પરંતુ ૨૪ ડિસેમ્બરનાં સોમવારનાં રોજ બેંકો ચાલુ રહેશે. મહત્વનું છે સાથે સાથે ૨૨ ડિસેમ્બરનાં રોજ બીજો શનિવાર હોવાંથી બેંકો બંધ રહેવાની છે.હડતાળની નોટિસમાં જણાવ્યું કે, “અમે સ્કેલ ૧થી ૬નાં ઑફિસરો માટે પગાર વધારાનો સંપૂર્ણ અધિકૃત આદેશ ઇચ્છીએ છીએ.” આ લેટરની કૉપી દિલ્હીનાં ચીફ લેબર કમિશ્નરને પણ આપવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ હેઠળ નવ બેંક એસોસિયેશન કામ કરે છે. બેંકનાં કર્મચારી અને અધિકારી એક નવેમ્બર ૨૦૧૭થી ૧૧મું વેતન લાગુ કરવાની માંગ કરી રહેલ છે. આને ધ્યાને રાખીને ફોરમનાં સંયોજક શ્રીવર્ધન નેમાએ કહ્યું કે, સરકારની હઠ વિરૂદ્ધ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.હડતાળ અને રજાઓની સીધી જ અસર એટીએમ પર પડી શકે છે. આ છ દિવસોમાં બેંક પ્રબંધન તરફથી અલગથી કેશ નાખવાની વ્યવસ્થા નથી તો લોકોને કેશનાં સંકટનો સામનો કરવો પડશે. કેમ કે બેંકો બંધ રહેશે અને એટીએમમાં પણ કેશ નહીં મળે તો મુશ્કેલી તો જરૂરથી પડશે.

Related posts

મનીષ સિસોદિયાની મુશ્કેલીવધી, ‘જાસૂસી કેસ’માં ગૃહ મંત્રાલયે આપી કેસ ચલાવવાની મંજૂરી

aapnugujarat

ब्रिटेन हमलाः मैनचेस्टर म्यूजिक कन्सर्ट में धमाके से २२ की मौत

aapnugujarat

खाद सब्सिडी सीधे किसान के खाते में डालने पर विचार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1