Aapnu Gujarat
રાષ્ટ્રીય

શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ગઇકાલે રાત્રે ૪ આતંકીઓને ઠાર માર્યા. આ સાથે છેલ્લા ૧૧ દિવસમાં સુરક્ષાદળોએ ૭ આતંકીને ઠાર માર્યા. તેમને પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો. કાશ્મીર ઝોન પોલીસે સેનાને મળેલી સફળતા અંગેની માહિતી આપતા જણાવ્યુ કે શોપિયાં જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સેનાની સાથે અથડામણમાં ૪ આતંકી ઠાર મરાયા. જ્યારે એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયો છે.
આ તમામ આતંકી લશ્કર એ મુસ્તફા સંગઠન સાથે સંકળાયેલા હતા. તેઓ શોપિયાંના જ રહેવાસી હતા અને તેમની ઓળખ આમિર શફી, રઇસ બટ્ટ, આકિબ મલિક અને અલ્તાફ અહેમદ વાની તરીકે થઇ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા બળોને કેટલાક આતંકી છુપાની બાતમી મળી હતી. ત્યાર બાદ ઓપરેશન હાથ ધરાયું હતું. શોપિયાંના મનિહાલ વિસ્તારમાં રવિવારે રાતે આશરે ૨ વાગ્યાથી અથડામણ શરૂ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં ૪ અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા. સેનાનું આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશના આઇજી વિજયકુમારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર એ તોઇબાના તમામ ૪ આતંકી માર્યા ગયા. જો કે આ દરમિયાન એક જવાન ઘાયલ થયો છે. ઓપરેશન પુરુ થઇ ગયું છે અને સ્થિતિ અંકુશ હેઠળ છે.

Related posts

જમ્મુ – કાશ્મીરમાં ૫ આતંકીઓ ઠાર

editor

સાસુ – સસરાની સંપત્તિ પર પુત્રવધુનો અધિકાર નહી : દિલ્હી હાઇકોર્ટ

aapnugujarat

પિતા – પુત્ર સાઢુ ભાઈ બન્યાં : બહેન સાસુ બની !!

editor

Leave a Comment

UA-96247877-1