Aapnu Gujarat
ગુજરાત

સૂફી સંતો દ્વારા વેક્સિનેસન કરાવી આમ નાગરિકોને જાગૃત કરાયા

ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, હાલમાં જ ડભોઈ નગરમાં કોરોનાએ બિલ્લી પગે પગ પસેરો કરતા નગરમાં ફરી ભયનો માહોલ વર્તાયો છે.તેવામાં ડભોઈ હરિહર આશ્રમના મહંત અને નવનાથ કાવડ યાત્રા ના આયોજક શ્રી.વિજયજી મહારાજે વેક્સિન લઇ નગર ની પ્રબુદ્ધ જનતાને પણ વેક્સિન ની રસી લેવા અપીલ કરી હતી. વેક્સિન થી થતી આડ અસર ની ખોટી અફવાઓ માં ના આવે સાથે સરકાર શ્રી ના કોરોના સામેના યુદ્ધ માં સહભાગી થાય તેઓ સંદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે મેડિકલ ઓફિસર ડોક્ટર શિવાની રબારીએ પોતાના વક્તવ્યો માં સંદેશો પાઠવ્યો છે કે કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના રસી મુકાવી જરૂરી છે. હાલ સરકારી દવાખાનામાં તદ્દન ફ્રી મફત વેક્સિન ની રસી મૂકવામાં આવે છે. તો જાહેર જનતાએ જરૂરથી તેનો લાભ લેવા અપીલ કરી છે. જ્યારે કે સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા એ પણ જાહેર પબ્લિકને વિનંતી કરી છે કે આપની સામાજિક જવાબદારી સમજીને રસી લેવી જોઈએ. કોરોના વાયરસ ફેલાવાની જે સાકળ છે તે આપને તોડવાની છે અને તે માટે રસી લેવી આવશ્યક છે.

Related posts

કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની સુવર્ણ તક ગુમાવી દીધી

aapnugujarat

ભાડજમાં આઇટી ઓફિસરની પત્નીને માથામાં પથ્થર મારી લૂંટ

aapnugujarat

ખેડૂતોના હિત માટે રવિવારી શાકમાર્કેટ શરૂ કરવા સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1