Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગંભીરતાથી નહિ લેવામાં આવે તો કોરોના સીઝનલ બીમારી બની જશે : યુએન

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને વિદેશમાં તો બીજી લહેર અત્યંત ઘાતક નીવડી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ને એવી ચેતવણી આપવામાં આવી છે કે જો ગંભીરતાથી લક્ષ્ય આપવામાં ન આવે તો આ બીમારી સીઝનલ પણ બની શકે છે.
યુનોના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે જો આ મહામારી લાંબી ચાલશે તો ભયંકર પરિણામ આવી શકે છે અને તે સીઝનલ બીમારી પણ બની શકે છે અને કાયમ વિશ્વ આખાને પડકારી શકે છે. રિપોર્ટમાં એવી હકીકત રજુ કરવામાં આવી છે કે ચીનમાં પ્રથમવાર કોરોનાવાયરસ સામે આવ્યા બાદ એક વર્ષના ગાળા પછી અનેક રહસ્યો એ આ બીમારીને ઘેરી લીધી છે.
અત્યાર સુધી કોરોનાવાયરસ ને લીધે દુનિયાભરમાં ૨૦.૭ લાખ લોકો ના મૃત્યુ થઇ ગયા છે અને બીજી બાજુ દુનિયાભરમાં રસી પણ આપવામાં આવી રહી છે આમ છતાં કોરોનાવાયરસ નો ખતરો સતત દુનિયાભરમાં વધી રહ્યો છે તે ચિંતાની બાબત છે.
આ પ્રકારની સ્થિતિ એવી શંકા પેદા કરી રહી છે કે જો આ મહામારી સીઝન વાયરસ માં પરાવર્તિત થઈ જાય તો દરેક બદલતી મોસમમાં લોકોએ તેની સામે લડતા રહેવું પડશે અને દુનિયા આખી સામે એક ભયંકર પડકાર કાયમી ધોરણે માથા પર ઝળુંબતો રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન સંગઠન દ્વારા રચવામાં આવેલી ક્રાંતિને ટીમ દ્વારા ખાસ પ્રકાર નું સંશોધન કરવામાં આવ્યું છે અને હવામાં વિજ્ઞાન તેમજ વાયુ ગુણવત્તા ની અસર આ અંગે તપાસ કરવામાં આવી છે અને આ અભ્યાસ દરમિયાન એવો સંકેત મળ્યો છે કે કોરોનાવાયરસ મહામારી સીઝનલ વાયરસ તરીકે પરાવર્તિત થઈ શકે છે અને તે જોખમ બનેલું છે.

Related posts

ડેલ્ટા વેરિયન્ટ બ્રિટન માટે બન્યો માથાનો દુખાવો

editor

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

US forces airstrikes in support of Afghan security forces under attack by Taliban in Helmand province

editor

Leave a Comment

UA-96247877-1