Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ અને સંતાપજનક નિરાશા

જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ અને સંતાપજનક નિરાશા
એ વખતે મારી સમજણ એવી હતીકે ‘પૂણે કરાર’ એ ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ છે અને કૉંગ્રેસ વગેરે બધાં હિંદુ લોકો અસ્પૃશ્યાસ્પૃશ્યવાદ મટી ગયો છે. એવી સમજણ પ્રમાણે વર્તશે અને આગામી સ્વરાજ્ય એ આપણું રાજ્ય છે એવું અસ્પૃશ્યોને લાગે એવી પરિસ્થિતિ નિર્માણ થશે. પરંતુ બધું જ વ્યર્થ ! ચૂંટણીનો સમય આવ્યો ત્યારે કૉંગ્રેસ એનું અસલી સ્વરૂપ દેખાડવા લાગી. ‘પૂણે કરાર’થી અમને મુંબઈ પ્રાંતમાં મળેલી ૧૫ જગ્યાઓ પર લાલચ ખાતર એકાદ જગ્યા વધારાની આપવી તો દૂર જ રહી, પણ આ ૧૫ જગ્યા પ્રભાવહીન કેવી રીતે કરવામાં આવે એના માટે તેમણે ષડયંત્રો ગોઠવવા શરૂ કર્યું. આ બધી જગ્યાઓ માટે અણઘડ અને સ્વાર્થસાધુ એવા ભાડુતી ગુલામો તેમણે ઊભા કર્યા. એ હેતુથી કે જો તે ચૂંટાઈને આવે તો એમને એમના પગ ચાટતી બિલાડી બનાવી શકાય. ક્યાંક કોઈક કૉંગ્રેસના આગેવાનોય બટલર, તો ક્યાંક પોતાના પટાવાળા – એવા એવા પોતાના પ્યાદા ઉભા કરીને સ્વતંત્રપણે ઊભા રહેલા સ્વાભિમાની અને સુશિક્ષિત ઉમેદવારોને હરાવવા માટે તેમણે કાવતરા કર્યા, અને પોતાનાં નાણાંના જોર પર પોતાનો હેતુ પાર પાડ્યો. મિ. ઝીણા આ સ્વતંત્ર મતદાર સંઘને એટલા બધા મજબૂત રીતે પકડીને બેઠા છે (હવે તો ‘પાકિસ્તાન’ને જ પકડીને બેઠા છે.) એ આના પરથી સારું એવું સિદ્ધ થાય છે. મને વિરોધી ઉમેદવાર ઊભા કરવાનું દુઃખ લાગ્યું ના હોત, પણ નાલાયક માણસોને હાથમાં લઈને તેમને અમારા માથે નચાવવા માટે જે હિંમત કરી છે એનો ગુસ્સો આવે છે.
(મુંબઈમાં તા.૧૨-૧૨-૧૯૩૯ના રોજ ભરાયેલી જાહેરસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું ભાષણ)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

ખેડુતોની સમસ્યા ઠેરની ઠેર

aapnugujarat

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ

aapnugujarat

ટીનેજરોમાં શરાબ માટે ક્રેઝ વધી રહ્યો છે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1