Aapnu Gujarat
બ્લોગ

ટીનેજરોમાં શરાબ માટે ક્રેઝ વધી રહ્યો છે : હેવાલ

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બોલિવુડની ફિલ્મોની ભારતીય ટિનેજરો ઉપર ખૂબ જ માઠી અસર થઈ રહી છે. ફિલ્મના કારણે ટિનેજરો શરાબની ટેવ તરફ વધી રહ્યા છે. ફિલ્મોના કારણે ટિનેજરોમાં શરાબ પીવાનો ક્રેઝ વધી રહ્યો છે. ફિલ્મોમાં શરાબ પીવાના સીન ગૌરવ સાથે સંબંધિત હોય છે. આનાથી ટિનેજરોને પણ શરાબ પીવાની ટેવ વધી રહી છે. શરાબને પ્રોત્સાહન આપે તે પ્રકારની સીન ફિલ્મોમાં રાખાવમાં આવે છે. બોલિવુડની ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં બલ્કે યુએઈ, અન્ય દેશોમાં પણ લોકપ્રિય છે. સંયુક્ત અરબ અમિરાથ અને અન્ય દેશોમાં રહેતા બાળકો ભારતીય ફિલ્મોને જોઈને વધુ શરાબ તરફ વળ્યા છે. હાઈ પ્રોફાઈલ લાઇફમાં શરાબનો ઉમેરો થયો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટિનેજરો શરાબ તરફ ત્રણગણા વધુ વધ્યા છે. ભારતીય ફિલ્મોની સીધી અસર થઈ છે. ગલ્ફ ન્યૂઝે અભ્યાસના તારણોને ટાંકીને કહ્યું છે કે ૫૯ ટકા બોલિવુડની ફિલ્મોમાં શરાબનો ઉપયોગ દર્શાવવામાં આવે છે. ૪૦૦૦થી વધુ ટિનેજરોને આવરી લઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ બાબતનો ખુલાશો થયો હતો. જાણકાર લોકોનું કહેવુ છે કે માત્ર બોલિવુડની ફિલ્મો જ નહીં બલ્કે હોલિવુડની ફિલ્મોના કારણે પણ ટિનેજરો શરાબ તરફ વધ્યા છે. ઘણા દેશોમાં શરાબ પીવા માટે પણ યોગ્ય વય રાખવામાં આવી છે.
પરંતુ યુએઈ અન્ય દેશોમાં નાની વયમાં જ બાળકો શરાબ તરફ વળ્યા છે. જે ખતરનાક સંકેત આપે છે. અભ્યાસના તારણો રજૂ કરનાર લોકોનું કહેવું છે કે ફિલ્મોમાં શરાબ સાથે સંબંધિત ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે.

Related posts

લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટ

aapnugujarat

ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : પ્રતિજ્ઞાપત્રના ચાડિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1