Aapnu Gujarat
બ્લોગ

ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ

આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું છે. એનો અર્થ એમ કે બહું ભૂખ્યા પણ રહેવું નહી ને અકરાંતિયા થઇ ને ખાવું પણ નહી. આ બન્ને અતિ જીવન સંગ્રામમાં નુકસાન કારક છે, માટે જીવનમાં કોઈ પણ પ્રસંગમાં, ક્રિયામાં, કર્મમાં સમતોલ પણું રાખીને જીવે જવું એટલે કે સમત્વ ધારણ કરીને ચાલ્યા કરવું એમ કહ્યું છે, અને એ જ જીવન જીવવાની સાચી રીત છે.
આજ ગીતાનો સંદેશ છે. પણ તેના સંદેશનું આચરણ ક્યાં કરવું છે,ગીતાંની બૂક ઉપર તિલક કરી પૂજવામાં પાવરધા છીએ,જો ધર્મ સ્થળમાં ગીતા પડી હોય ને છોકરાનો પગ અહી જાય તો છોકરાને લાફો મારીએ છીએ કે તે મારી ગીતાને અપવિત્ર કરી નાખી પણ લાફો મારવવાથી આપણે પોતે અપવિત્ર થયા છીએ તેનો વીચાર સુધ્ધાં કોઈ કરતુ નથી,આમ સમતા પૂર્વક કે સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરી જીવવું નથી.છોકરાને ભડ દઈને લાફો મારી દેવો છે.પણ સમત્વ ધારણ કરવું નથી,આછે આજની આપણી ધાર્મિકતા.બુધ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારીત્ર,અને ચિત્ત શુધ્ધી પર જ બધું જોર દીધું છે, તેઓએ કોઈ પણ જાતના ખોટા આડંબરનો આશરો લીધો નથી,કે કોઈ જાતના ચમત્કારોની વાત સુધ્ધાં કરી જ નથી.તે તેમના ધર્મની મોટામાં મોટી મહાન વિશેષતા છે,તેઓએ આજના ધર્માત્માની જેમ કયાંય પણ.સ્વર્ગનો લોભ,નર્કનો ભય,બ્રહ્મનો આનંદ,જન્મ મરણના દુઃખો,ભવસાગર તરવાનીવાતો.
કોઈ પણ જાતના ચમત્કાર યુક્ત ખોટી વાતો કોઈપણ પ્રકારની બીજી આશાઓમાં કોઈને સ્થીર કર્યાજ નથી,તેમજ કોઈપણ પ્રકારની ભય ગ્રસ્ત વાત સુધ્ધાં કરી જ નથી,તે તેમની મહાનતા છે,જે વસ્તુ વાસ્તવિક રીતે અસ્તિત્વજ ધરાવતી નથી તે બાબતને મહત્વ આપવું તે સો ટકા મુર્ખામી જ છે.તેઓએ ક્યાંય પણ અવાસ્તવિક વાતને ટચ સુધ્ધાં કરેલ નથી,.આમ તેમણે આત્મા પરમાત્માની વાત સુદ્ધાં કરી નથી, તેઓ માનતા કે જયારે માણસ સમાધિ અવસ્થા પ્રાપ્ર્‌ત કરશે ત્યારે તેને બધી જ જાણ થઇ જ જવાની છે, માટે પહેલા તેને ભ્રમમાં શા માટે નાખવો, માટે,સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા પરજ જોર દીધું છે આમ જીવનમાં આંતરિક રીતે શુધ્ધ થવા,અને આમે આંતરિક શુધ્ધતા એજ જીવનની સિદ્ધી છે.એટલેકે માણસના ચારિત્ર ધડતર પર જ જોર દીધું છે ને કોઈ પણ જાતના આંબા આંબલી બતાવવાની વાત સુધ્ધાં તેમણે પોતાના ઉપદેશમાં કરી જ નથી, જયારે આજના સંપ્રદાયો,પંથો,અને ધર્મના ધરમાત્માઓ તો માત્ર આંબા આંબલી બતાવી, નરકની ભયાનકતા દર્શાવે છે, ને સ્વર્ગની જાહોજલાલી બતાવે છે,, ને ચમત્કારોની વાતો કરીને, માણસોને ભયગ્રસ્ત અને ભ્રમગ્રસ્ત કરવાનું મોટા પાયે કામ કરે છે,અને હવનો કરી પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું બુદ્ધ ભગવાને કોઈ પણ જાતનું જે વાસ્તવિક રીતેજે વસ્તુ સામી જોઈ શકાય નહી તેવી કોઈવાત કરી નથી,એટલેકે અવાસ્તવિક વાતથી તેઓ સાવજ અલગ રહ્યા છે તે જ તેનાં ધર્મની મહાનતા છે, આમ ટોટલી વાસ્તવિક જગતનો ધર્મ છે.ને વાસ્તવિકતા પરજ ઉભો છે તે હકીકત છે.
સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, કે છે કે જો તમારો અહમ નાબુદ થશે તો જીવનમાં કોઈ ગુરુની કે કોઈ પણ ધર્મ ગ્રંથની એક પણ પંક્તિ વાચ્યા વિના કે કોઈપણ દેવાલયના પગથીયા ચડ્યા વિના જ્યાં બેઠા હશો ત્યાં તમોને મુક્તિની પ્રાપ્તિ થશે જ એટલેકે પરમ શાંતિ,પરમસુખને પરમ આંનંદ પ્રાપ્ત થશે જ એટલે કોઈ ગુરુના કે કોઈ પંથના કે કોઈ સંપ્રદાયના અનુંયાયી થવાની જરૂર જ નથી ત્યાં કાંઇ છે, જ નહીતેઓ બધાજ ખાલી ખોખા છે,એટલું સમજી લ્યો કે ખાલી ખોખામાંથી કદી કાંઇ પ્રાપ્ત થાય જ નહી, એટલું સમજો તોય પાવન થઈ જશો,.જગતમાં કોઈ કોઈને પાવન કરી શકતું જ નથી પાવન તો પોતાએ પોતાની રીતેજ પોતાની જાતે જ થવું પડે છે.એટલેકે કોઈ કોઈને જ્ઞાન આપી શકતું જ નથી પોતાની અંદરથી જ મેળવવું પડે છે તે માટે સાધના પોતાએ જ કરવી પડે છે ,ને સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થીર થવું પડે છે.જો આપણા મનને શુધ્ધ જ રાખવું હોય તો મનને પૂરી મોકલાશ અનુભવવાની તક આપો ,મનને આપણે છુટું રાખશું તો એ આપણને બાળશે ,દુઃખી જ કરશે અને જો તેને બરાબર બાંધશું તો તે જ આપણને મુક્ત કરશે, આમ નિયંત્રણ વગરનું મન એ આપણો મહાન શત્રુ છે.
મનમાં વહેતા મલીન વિચારને વેગથી બહાર નીકળવાની અનુકુળતા આપણે કરી જ આપવીપડે તોજ એ બધા બહાર નીકળી શકે, એટલે સંયમ અને સમજ કેળવવાનો પ્રયત્ન નિયમિત સાધના દ્વારા કરવો જોઈએ અને અભિલાષા,તૃષ્ણા પર અંકુશ લગાવી ને જ આપણે એકાગ્રતા,જાગૃતિ,માં સ્થીર થઇ શકીએ છીએ,અને એકાગ્ર એજ જાગૃતિ એનુ નામ વર્તમાનમાં જીવવું અને વર્તમાનમાં જીવવું એટલેજ એજ પરમ શાંતિની પ્રાપ્તિ છે.આપણે સોંએ બાહ્ય સાધનાના ખ્યાલમાંજ આમ તેમ આંટા ફેરા જ્યાં ત્યાં મારીએ છીએ,અને અંતકરણ પૂર્વકની સાધનાથી દુર ભાગવું છે, અને પાછા અંતકરણનાં અનાસક્ત ભાવથી,સાક્ષીભાવથી,અને એકાગ્રતાથી દુર ભાગવું છે,ને તેમાં સ્થીર થવું નથી,સ્વાર્થ છોડવો નથી,હું પહું છોડવું નથી, રાગદ્વેષથી મુક્ત થવું નથી અને પાછુ જવું છે,સત્યની નદીના પ્રવાહની દિશામાં આ કદી શક્ય બને તેવું નથી, અને પાછા બેસવું છે તૃષ્ણાની હોડીમાં,આરીતે આપણી અંતઃકરણની ઈચ્છાઓ જુદીછે, અનંત છે,ક્રિયાઓ જુદી છે ને અલગ છે, તેમાં અહંકાર જોડાયેલો છે અને આપણામાં માહિતીનો સંગ્રહ છે, તેને જ્ઞાન માની બેઠા છીએ. આમ આ બધી જ વિસંવાદિતા લક્ષણો છે, તેથી જ સમગ્ર જીવનમાં આનંદ ને બદલે સંતાપ ,શાંતિને બદલે વ્યગ્રતા,અને પ્રસંનતાને બદલે બળાપો જ પ્રાપ્ત થાય છે.આ બધામાંથી બચવાનો ભગવાન બુધ્ધે સરસ રસ્તો બતાવ્યો છે તે રસ્તે ચડવું નથીને શાંતિ જોઈએ છે તે આ જગતમાં શક્ય નથી.ભગવાન બુદ્ધે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું જે કાંઇ તમોને કહું છું તે વંશપરંપરાગત છે, એવું સમજીને સત્ય માની લેતાં નહી ,આપણી પરંપરા અનુસાર છે એમ સમજીને સત્ય માની લેશો નહી.આવું ભવિષયમાં થવાનું છે, એવું સમજીને સાચું માની લેતા જ નહી,લોકિક અને ન્યાયી છે, એવું સમજીને સત્ય માની લેતા નહી,સારું લાગે છે એટલા માટે સત્ય માની લેતા નહી,હું પ્રસિદ્ધ માણસ છું, પૂજ્ય છું, એવું સમજીને પણ સત્ય માની લેતાજ નહી, પરતુ તમારી વિવેક બુધ્ધીથી મારી વાતને બરાબર કસજો અને તમોને લાગે કે વાત સ્વીકારવા જેવી છે, તો જ સ્વીકારજો અને જીવનમાં આચરણમાં મુકજો જો અનુકુળ ન લાગે તો ફેકી દેશો.
આવું આજના કોઈ ધર્માત્માને કહેતા સાંભળ્યા નથી તેઓતો નિરંતર કહેતા હોય છે કે અમો કહીએ છીએ તેજ સત્ય છે. માટે સત્ય છે કે નહી તે બાબતે તમારે બુધ્ધી કસવાનો તમોને અધિકાર જ નથી.તમારે આમાં બુધ્ધી હાંકવાની જરૂર જ નથી તમારા માટે જ અમો અમારી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ને જ્ઞાન મેળવિયે છીએ ને તમોને આપીએ છીએ. માટે અમારા ઉપર પુરી શ્રધા રાખો અને જ્યાં શ્રધા હોય ત્યાં પુરાવાની કોઈ જ જરૂર નથી.એટલે પુરાવા વિષે આપણે કાંઈ પૂછી પણ શકીએ નહી તેય આપણો અધિકાર છીનવી લીધો છે આછે આજનાં ધર્મની વાતો,જરા શાંત ચિત્તે વિચારો તો ખરા આપણે ક્યાં જઈએ છીએ.
ગીતામાં ભગવાને સ્વધર્મમાં જ જીવવું તેમાંજ પ્રગતી છે તેજ શ્રેયનો રસ્તો છે એમ કહ્યું છે આમાં કહેવાનો ભાવાર્થ છે કે માણસે પોતાના સ્વભાવ અનુસાર જીવન ગોઠવવાથી શાંતિ મળે છે, તો આપણા ધર્માંત્માઓએ પોતાના પંથમાં,પોતાના સંપ્રદાયમાંમાંજ રહેવાનું કહ્યું છે એમ કહીને પોતાના અનુયાયીઓને જકડી રાખે છે, આ સાવ જ ખોટો અર્થ છે પણ ચાલે છે તે હકીકત છે.બુધ્ધ ભગવાને દસ પાપોથી અલગ રહેવા સુચન કર્યું છે જેમાં કોઈનું ખૂન કરવું,ચોરી કરવી અને વ્યભિચાર કરવો આ ત્રણ શારીરીક પાપ છે, અસત્ય,નિંદા,ગાળ,અને બકવાસ ચાર વાણીના પાપ છે.અને બીજાના ધનની ઈચ્છા, બીજાની વસ્તુનો નાશ કરવાની ઈચ્છા તથા સત્ય,અહિંસા,દયા,દાન વગેરેમાં અશ્રદ્ધા આ ત્રણ માનસિક પાપ છે જે માણસે સાધનામાં આગળ વધવું હોય તેમને દસે પાપોથી મુક્ત રહેવા કહ્યું છે.
બુધ્ધ ભગવાન વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા ને સોને સાધના કરવાનો અધિકાર છે ને તમામને મોક્ષ પ્રાપ્ત કરવાનું છૂટ છે ,કોઈ ઉચ નીચનો ભેદભાવ હતો નહી અને જે શીલવાન હોય તેજ ઉત્તમ છે તેમ કહેતા હતા અને શીલતા કોઈ પણ ગ્રહણ કરી શકે છે.બુધ્ધ ભગવાને બ્રાહ્મણની વ્યાખ્યા કરતા કહ્યું છે કે જન્મથી કોઈ બ્રાહ્મણ હોય શકે જ નહી કર્મથી જ બ્રાહ્મણ હોય તે માટે તેઓ કહેતા કે જે માણસ સંસારના બંધનોથી મુક્ત થઇ ,સંસારના દુઃખોથી જે ડરતો નથી જેમની કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી ,બીજા કોઈ મારે ગાળોનો વરસાદ વરસાવે તો તેને સ્વસ્થતાપૂર્વક સહન કરી લે તેનો પ્રતિકાર કરે નહી અને ક્ષમાં જ જેનું બળ છે, એજ સાચો બ્રાહ્મણ છે તેમ તેઓ કહેતા હતા,બુદ્ધના સમયમાં યજ્ઞોમાં પશુ હોમવાનો રીવાજ હતો તે રીવાજની સામે બુદ્ધે અને મહાવીરે સખ્ત વાંધો લીધો ને આ પ્રથા જ ખોટી છે, તેમ કહ્યું હિંસા કરવાથી કદી પણ પરમાત્મા રાજી થાય તે વિચાર જ ખોટો છે , તે વખતે યજ્ઞ માત્ર બ્રાહ્મણ જ કરાવી શકતા ને તેઓ માંસાહારી હતા માટે માંસ ખાવા માટે યજ્ઞમાં પશુઓને હોમતા ક્યાંક ક્યાકતો માનવોને પણ હોમવામાં આવતા હતા, તેની સામે થઈને આ આખી પ્રથા બંધ કરાવવામાં બુધ્ધનો અને મહાવીરનો મોટો ફાળો છે,તેઓએ જુદા જુદા કર્મ કાડોં અને કર્મ ક્રિયાઓ કરાવતા હતા તેમાં પણ વિરોધ કર્યો કે આવી બાહ્ય ક્રિયાઓથી કદી પણ પરમાત્મા રિજે નહી આમ બન્ને મહામાનવોનો સમાજ સુધારણામાં મહત્વનો ફાળો છે,તેમને લઈને જ પશુઓ હોમવાનું બંધ થયું છે તે હકીકત છે ,હજી પણ ક્યાંક ક્યાંક અંધશ્રધાળું અને અંધ વિશ્વાસુ પશુઓને હોમતા હોય છે તે નર્યું ગાંડપણ જ છે પણ આજના ધર્માત્માઓ કરાવતા હોય છે. જે હકીકત છે ધર્માત્માઓને કોઈ પહોચી શકે તેમ નથી. .તે હકીકત છે. એટલા મેલાં મનના છે જેની સીમા નહી.બુદ્ધ ભગવાને અષ્ટાંગ માર્ગ અપનાવવા કહત્યું છે, જેમાં સંમ્યગદ્રષ્ટિ.સમ્યગ સંકલ્પ,સમ્યગ વાણી,સમ્યગ કર્મ,સમ્યગ આજીવિકા ,સમ્યક વ્યાયામ,સમ્યગ સ્મૃતિ અને સમ્યગ સમાધિટુકમાં સમત્વ ધર કરીને જીવવાનું કહ્યું છે, આમ આચરણ દ્વારા શુદ્ધતા પ્રાપ્ત કરવા પર જોર દીધું છે ,અને જીવનમાં મેંત્રી,કરુણા ,મુદિતા,અને ઉપેક્ષા ધારણ કરીજે જીવવા પર ભાર મુક્યો છે ને પ્રજ્ઞામાં સ્થીર થવાનું કહ્યું છે, આ માટે સાધના પદ્ધતિ પણ અલગ સૂચવી છે જેનું નામ છે વિપશ્યના જે પૂરે પૂરી વિજ્ઞાનીક છે.
આપણે સો જાણીએ છીએ કે આપણી તમામ વૃત્તિઓ સાથે શ્વાસોચ્વાસની ક્રિયા જોડાયેલી છે, જેથી તેના પર નિરંતર દયાન ધરવાથી ધીરે ધીરે વૃત્તિઓ શુધ્ધ થાય છે મન એકાગ્ર થાય છે, ને આ દ્વારા જ સમાધિ સુધી પહોચી શકાય છે,આજ બુધ્ધ ધર્મનું તત્વ છે, તે દ્વારા જ પ્રજ્ઞામાં સ્થીર થઈ શકાય છે ,સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે.બુધ્ધ પોતે માનતા હતા કે વેરથી વેર કદી શમે જ નહી ,પરંતુ અવેરથી પ્રેમથી શમે છે, અને આજ જગતનો સનાતન ધર્મ છે માટે હંમેશા અવેરમાંજ સ્થીર રહેવું જોઈએ એટલેકે પ્રેમ મય વ્યવહાર હોવો જોઈએ.સાચો જીવનનો સત્ય ધર્મ સમજ્યા વિના સો વરસ જીવવા કરતા જ્ઞાનમાં સ્થીર થઈને એક અઠવાડિયું જીવવું ઉત્તમ છે, આમ માણસે જ્ઞાનમાં સ્થીર થવા માટે વિપશ્યનાની સાધના કરવાં પર ભર મુક્યો છે,જગતના તમામ પ્રકારના ફૂલોની સુગંધ કરતાં શીલની સુવાસ ઉત્તમ છે,માણસે શીલની પ્રાપ્તિમાંટે સાધના કરવી આવશ્ક છે તેમ તેમણે સ્પષ્ટ કહ્યું છે,આંમ સાધના પરજ ભાર મુક્યો છે.ક્રોધી ને પ્રેમથી જીતવો દુષ્ટને સજ્જનતાથી જીતવો,કૃપણને ઉદારતાથી જીતવો અને જુઠાને સત્યથી જીતવો,આ જીવનનો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે.જે માણસમાં સત્ય ,ધર્મ,અહિંસા,સંયમ,અને દમ વગેરે હોય છે,તે નિર્મળ,ધીર,અને સ્થવીર પુરુષ કહેવાય,રાગ સમાન અગ્નિ નહિ દોષ સમાન હાની નહી, શરીર સમાન દુઃખ નહી, અને શાંતિ સમાન કોઈ સુખ નથી.આરોગ્ય પરમ લાભ છે,સંતોષ પરમ ધન છે.વિશ્વાસ એજ સાચો સગો છે,અને નિર્વાણ એજ પરમ સુખ છે ને પરમ સુખની પ્રાપ્તિ અર્થે સાધના કરવી જ જોઈએ તોજ પરમ સુખની પ્રાપ્તિ થાય છે તેમ સ્પષ્ટ કહ્યું છે જીવનમાં આત્મસયમ, પવિત્રતા,સત્યતા, જાગૃતિ ,સાવધાની વગેરેની જરૂર છે,તે માત્રને માત્ર સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે,આમ સાધના દ્વારા જ આત્મ દીપો ભવની સ્થિતિ પ્રાપ્ત થાય છે.તેઓએ ખુબજ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે શુધ્ધ ચિત્તમાં સદગુણો સહેલાઈથી પ્રવેશ કરે છે,શુધ્ધ ચિત્ત માત્ર ને માત્ર વિપશ્યનાની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે અને દુર્ગુણો હટે છે, જેથી જીવનમાં પરમ શાંતિ પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે જે માણસના જીવનનો અંતિમ ધ્યેય હોય છે તે સિદ્ધ થઇ શકે છે.ભગવાન બુદ્ધને આપણે સમજી શક્યાં જ નહી ને આપણા ધર્માત્માઓએ સમજવા દીધા પણ નહી જેથી આપણે ત્યાં બુધ્ધ વિચારનો વિકાસ થયો નહી,ખરેખર તે જ વાસ્તવિક ધર્મ છે, જમીનનો ધર્મ છે અને પાયાનો ધર્મ છે. તેથી અનેક દેશોએ તેનો સ્વીકાર કર્યો છે, જે હકીકત છે, જયારે આપણે ત્યાંથી આપણા ધર્માત્માઓને કારણે દેશ વટો થયો.આપણા આજના તમામ ધર્મોમાં,સંપ્રદાયોમાં,પંથોમાં ચિંતનની બાબતમાં અસંબદ્ધતા,વિચારોમાં અનીશ્ચીતતા.તેમના ધ્યેયોમાં ધુંધળાપણું અને લક્ષ ડગમગ ડગમગ થઇ રહ્યું છે. આમ તમામ ધર્મો સંપ્રદાયો અને પન્થોનું ભવિષ્ય અનીશ્ચીન્ત છે. એમ લાગે છે,કોઈ પાયો જ નથી કારણકે સોની આ” પ “ ની પાછળ દોટ છે, જેમાં પેસો,પ્રતિષ્ઠા,પદ પ્રચાર,અને પ્રપંચોની હારમાળા ને સંન્માનની અતિશય ભૂખ જેથી ધર્મનું તત્વ દુર વહ્યું ગયું છે, અને તેનું નુર ઉડી ગયું છે,,માત્ર ખોખું આપણી સમક્ષ હાજર છે. આ ખોખામાં પ્રાણ જે હોવો જોઈએ તે ઉડી ગયો છે અને ધર્માત્માઓ માત્રને માત્ર ભોગો જ ભોગવે છે.તે હકીકત છે જ્યાં પણ ભોગ વૃતિની હાજરી હોય ત્યાં પરમાત્મા ગેરહાજર હોય છે, તે ધર્માત્માઓ જાણતા નથી અને જાણતા હોય તોય આંખ મીચામણા કરવાની તેમની ટેવ હોય છે, કારણકે તેઓનું જીવન જ દંભ યુક્ત હોય છે, તેનામાં સત્યનો અંશ પણ હોતો જ નથી .સત્યનું અનુસરણ એજ ધર્મ છે,તેઓ જ સત્યનું આચરણ કરતા નથી.એટલે ત્યાં ધર્મ હાજર નથી.ગાંધીજીએતો સ્પષ્ટ ધોષણા કરી છે કે સત્ય એજ પરમાત્મા છે, સત્યને અનુસરો જરૂર પરમાત્મા પાસે પહોચી જ જશો,પણ આ લોકોને સત્ય પાસે ક્યાં પહોચવું છે. તેમને તો પેસા અને માંન મોભા પાસેજ પહોચવું છે ને પોતાના અહંકારને પોષણ આપવું છે, જ્યાં પણ અહંકારની હાજરી હોય ત્યાં શાંતિ ,સુખને આનંદ ગેરહાજર હોય છે. આમ ધર્માત્માઓ પણ સુખી નથી શાંતિ નથી, તનાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, અને અસત્યના જ પુજારીઓ છે, એટલે ધન હીન અકિંચન અનુયાયીઓ હંમેશા ધરમાત્માને ભાર રૂપ લાગે છે, તેમને કોઈ મહત્વ આપતા હોતા નથી. ને પેસા પાત્રોની પૂજા કરે છે, તેમને ખોળામાં બેસારી તેમને થપ્પાં મારે છે,થપ્પા મારી પેસા પડાવે છે,કોઈને ખબર જ નથી કે જ્યાં પેસાનો વ્યવહાર થતો હોય ત્યાં આસક્તિ ભારોભાર હોય જ એટલે ત્યાં શાંતિ હોય શકે જ નહી, ને પરમ શાંતિ વિના પરમાત્મા હાજર જ હોતા જ નથી.એટલું અનુંયાયીઓ પણ જાણતા નથી અથવા સમજવાની તેયારી નથી અથવા વિચારવાની શક્તિ જ ગીરો મૂકી દીધી હોય છે જે હોય તે પણ આ ધર્મનું આચરણ નથી એટલું નક્કી.

Related posts

રોહિંગ્યા શરણાર્થી : ઓળખ શોધતા લોકો

aapnugujarat

પ્રિયંકા વિશ્વભરમાં ભારતીય ટેલેન્ટનું કરી રહી છે પ્રતિનિધિત્વ

aapnugujarat

પાકિસ્તાન – ચીન સહિતના દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

editor

Leave a Comment

UA-96247877-1