Aapnu Gujarat
બિઝનેસ

ગૌતમ સિંધાનિયાએ રેમન્ડ એપરલના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

ગોતમ સિંધાનિયા(૫૩)એ રેમન્ડ એપરલના ચેરમન પદ પરથી રાજીનામું આપ્યું છે. જોકે તે કંપની બોર્ડમાં રહેશે. નિર્વિક સિંહ(૫૫)ને રેમન્ડ એપરલના નોન એક્ઝીક્યુટીવ ચેરમેનની જવાબદારી મળી છે. અંશુ સરીન નોન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને ગોતમ ત્રિવેદી ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે બોર્ડમાં સામેલ થયા છે.
રેમન્ડ એપરેલે બુધવારે સ્ટોક એકસચેન્જને આ અંગેની જાણકારી આપી છે.નિર્વિક સિંહ હાલ ગ્લોબલ એડવરટાઈઝિંગ એજન્સીના ગ્રુપ ચેરમેન અને સીઈઓ ( એશિયા પેસેફિક, મિડિલ ઈસ્ટ, આફ્રીકા) છે. તેમણે લિપ્ટન ઈન્ડિયા કંપનીમાંથી કેરિયરની શરૂઆત કરી હતી. તે ૩૩ વર્ષની ઉંમરમાં ગ્રુપના ઈન્ડિયા હેડ બન્યા છે. નિર્વિક છેલ્લા ૨૭ વર્ષથી માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે જુલાઈ ૨૦૧૧થી રેમન્ડ એપરલ બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સામેલ છે.નિર્વિકની એપાઈન્ટમેન્ટ પર ગૌતમ સિંધાનિયાએ કહ્યું કે, હું હમેશા પ્રોફેશનલ રીતથી બિઝનેસ ચલાવવાના પક્ષમાં છું. નિર્વિક સિંહની નોન એક્ઝીકયુટિવ ચેરમેન તરીકેની નિમણૂંકથી હું ખુશ છું.રેમન્ડ એપરલ, રેમન્ડની સબ્સિડિયરી કંપની છે. તે પાર્ક એવન્યુ, કલર પ્લસ, પાર્ક્સ અને રેમેન્ડ રેડી ટૂ વીયર જેવી બ્રાન્ડનું વોર્ડરોબ વેચે છે. માર્ચ ત્રિમાસિકમાં તેના બિઝનેસમાં ૧૫ ટકાનો ગ્રોથ નોંધાયો હતો.

Related posts

SBIના ખાતાધારકો માટે આવ્યા ખુશીના સમાચાર

editor

દિવાળી અગાઉ ધૂમ ખરીદીથી નિસ્તેજ રિટેલ સ્ટોર્સમાં રોનક

aapnugujarat

પેટ્રોલ-ડીઝલે વધાર્યો સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1