Aapnu Gujarat
ગુજરાત

કોરોના રસી આપવામાં લોલંલોલ!!

સુરતના સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી રસી આપવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વાર ગયેલા વૃદ્ધ વ્યક્તિને રસી આપ્યાનું પ્રમાણપત્ર મળ્યું છે. વૃદ્ધને ૧૩ માર્ચે કોરોના રસી મુકવા માટેની એપોઇન્ટમેન્ટ મળી હતી. પરંતુ તે પહેલાં ૯ માર્ચે વૃદ્ધ હરિદ્વાર ગયો હતો અને રસી ન મળવા છતાં તેમને પ્રથમ ડોઝ આપવાનું પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું. જેને લઈને વૃદ્ધ પણ ચોંકી ગયા હતા. જોકે, આ સમગ્ર મામેલ વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે અને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાનો ઇનકાર કર્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા સિંઘ પરિવારના વૃદ્ધ વ્યક્તિ હરિદ્વાર ગયા ત્યારે સુરતના બમરોલીમાં આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર પણ મળી ગયું છે. જેથી આખા પરિવારને હેરાનગતી થઇ કે, પિતા અહીં નથી તો આ રસી કોને લગાવી. વાત એમ છે કે, અનુપસિંહે ૧૦ માર્ચે તેમના માતા અન્નપૂર્ણા સિંહ અને પિતા હરીભાન સિંહને કોરોના રસી અપાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓને રસી લેવા માટે ૧૩ માર્ચની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ પિતા હરીભાન સિંહ હરિદ્વાર કુંભ ગયા હતા. તે હજી પણ આવ્યા નથી જેથી રસી મેળવી શક્યા ન હતા.
આ અંગે પુત્ર અનૂપે કહ્યું કે, તેના માતાપિતાની એપોઇન્ટમેન્ટ હોવાથી, તેને માતાને રસી અપાવતા પહેલા જ તેના પિતા હરીભાન સિંહને કોરોનાનો પ્રથમ ડોઝ આપવા આવ્યો હોવાનું ઓનલાઇન પ્રમાણપત્રનો મેસેજ મળ્યો. જ્યારે તેઓએ આ મામલે તપાસ માટે બમરોલી હેલ્થ સેન્ટર પહોંચ્યો ત્યારે ત્યાંના સ્ટાફે આ અંગે તપાસ કર તો તેઓની પાસે પણ ઓનલાઇન સર્ટિફિકેટ હતું. અને આ મામલે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં.
નોંધનીય છે કે, સુરત મહાનગર પાલિકા સંચાલિત બમરોલી આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ વિના સર્ટિફિકેટ આપવાનો આ પહેલો કેસ નથી. એનજીઓ ચલાવતા રાકેશસિંહે પણ પોતાની વૃદ્ધ સાસુ અને સસરાને કોરોના રસી લેવા માટે ઓનલાઇન નોંધણી કરાવી હતી. રાકેશને પણ ૧૩ માર્ચે જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. રાકેશ તેમના સાસુ અને સસરા સાથે આરોગ્ય કેન્દ્ર પર પહોચે તે પહેલાં તેમની સાસુને કોરોનાની રસીનો સફળ ડોઝ આપવામાં આવ્યો હોવાનો મેસેજ મળ્યો હતો. જે જોઈને રાકેશ પણ ચોંકી ગયો હતો. તેમણે સાસુનો સંપર્ક કરતા તે ઘરે હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તેમણે તેમની સાસુ નિર્મલાબેન સોલંકીના કોરોના રસીના સફળ ડોઝનું પ્રમાણપત્ર મેઇલ પર આવ્યું હતું. જેમાં પ્રમાણપત્ર પર રસી આપનાર ડોક્ટરનું નામ મનીષા ગોહિલ લખેલું હતું. અને ડો.મનીષા ગોહિલ દ્વારા પાંડેસરામાં કૈલાસ નગર ચાર રસ્તા પાસે આવેલા આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં આવી છે.
આ અંગે રાકેશે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને સુરત મનપા કમિશનરને આવેદનપત્ર આપવાની સાથે પ્રમાણપત્ર આપનાર મનીષા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

Related posts

૨૬મીએ મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન : ભુપેન્દ્ર યાદવ

aapnugujarat

અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

aapnugujarat

પ્રેમસંબંધ માટે દબાણ કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1