Aapnu Gujarat
ગુજરાત

૨૬મીએ મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન : ભુપેન્દ્ર યાદવ

ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ૨૬મી નવેમ્બરના દિવસે સમગ્ર રાજ્યમાં ૫૦ હજાર બૂથ પર એક સાથે મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચરણની ચૂંટણીની તમામ ૮૯ વિધાનસભા બેઠક ઉપર જાહેરસભાનું આયોજન કરાયું છે. સૌથી મહત્વનું એ છે કે, તા.૨૬મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત ગુજરાતના તમામ ૫૦ હજાર બુથ પર ભાજપના કાર્યકરો અને આગેવાનો ચાયની ચુસ્કી સાથે સાંભળશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે આ સૌપ્રથમવાર થવા જઇ રહ્યું છે. સાથે સાથે તા.૨૬મી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત રાજયના ૫૦ હજાર બુથ પર ભાજપના કાર્યકરો-આગેવાનો ચાયની ચુસ્કી સાથે સાંભળશે. રાજયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને તમામ નેતાઓ ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ ૮૯ બેઠકો ઉપર જાહેરસભાને સંબોધશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યુ છે કે,ભાજપા ચૂંટણી પ્રચારમાં દરેક બૂથ ઉપર બે બે વખત જઈ ચુકી છે લોકોનો સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે. તેમણે વધુમા કહ્યુ કે,પ્રથમ ચરણની ચૂંટણીની તમામ ૮૯ બેઠકો ઉપર ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ વિધાનસભા બેઠકો ઉપર જાહેરસભાનુ આયોજન હાથ ધરવામા આવ્યુ છે.જેમા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રના નેતાઓ રાજનાથસિંહ,નીતિન ગડકરી,અરૂણ જેટલી,ઉમા ભારતી,ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ,ડો.રમણસિંહ.વસુંધરા રાજે, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રુપાલા વગેરે અન્ય પ્રદેશ અને કેન્દ્રનુ નેતૃત્વ ૮૯ સભાઓને સંબોધશે.

Related posts

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી

editor

जमालपुर क्षेत्र में युवक की हत्या

aapnugujarat

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1