Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોલકાતામાં ‘ધોતી’ પહેરેલા વ્યક્તિને મોલમાં ન મળ્યો પ્રવેશ

કોલકાતામાં એક વ્યક્તિને કથિત રીતે શોપિંગ મોલમાં જતા રોકવામાં આવ્યો કારણ કે તેણે ધોતી પહેરી હતી. દેબલીના સેન નામની મહિલાએ ફેસબુક પર બે વીડિયો પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. સેનના જણાવ્યાં મુજબ કોલકાતાના પાર્ક સર્કિસ વિસ્તારમાં સ્થિત ક્વેસ્ટ મોલમાં એક વ્યક્તિને ફક્ત એટલા માટે એન્ટ્રી ન અપાઈ કારણ કે તેણે ધોતી પહેરી હતી. ફેસબુક પર આ પોસ્ટ માત્ર ચાર જ કલાકની અંદર વાઈરલ થઈ ગઈ. દેબલીના સેને બે વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યાં છે.
પહેલા વીડિયોમાં પાર્કિંગમાં ઊભેલા સુરક્ષા ગાડ્‌ર્સે ધોતી પહેરીને વ્યક્તિને મોલમાં દાખલ થતા રોક્યા તેનો છે. મેનેજમેન્ટના એક અધિકારી રોકવામાં આવેલા વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે. દેબલીનાની પોસ્ટ મુજબ ધોતી પહેરેલી વ્યક્તિએ જ્યારે અંગ્રેજીમાં અધિકારી સાથે વાત કરી ત્યારે તેણે વોકી ટોકી પર પોતાના વરિષ્ઠ અધિકારીની મંજૂરી લઈને તેને મોલમાં એન્ટ્રી આપી.બીજો વીડિયો મોલમાં એન્ટ્રી મળ્યા બાદનો છે. જેમાં તેમની વાતચીત એક મહિલા અધિકારી સાથે થાય છે. મહિલા અધિકારી તેમને વીડિયો રેકોર્ડ કરવાની ના પાડે છે. સેનના જણાવ્યાં મુજબ મેનેજમેન્ટે સ્પષ્ટ કહ્યું કે ધોતી કે લૂંગી પહેરીને આવેલા લોકોને મોલમાં એન્ટ્રી આપતા નથી. ત્યારબાદ સેને પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું કે આ ઘટના બદલ તેઓ દેશ માટે શરમિંદગી મહેસૂસ કરી રહ્યાં છે. સેને અંગ્રેજીમાં આ પોસ્ટ લખીને સમગ્ર ઘટનાની જાણકારી આપી.

Related posts

નોકરી માટે નેતાઓ પાછળ ન ભાગી પાનની દુકાન કરો : ત્રિપુરાના મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

મિગ-૨૯ યુદ્ધ વિમાન વધુ અપગ્રેડ

aapnugujarat

લાલુની પુત્રી મિશાના સીએની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1