Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિગ-૨૯ યુદ્ધ વિમાન વધુ અપગ્રેડ

ભારતીય હવાઇદળના ફાઇટર જેટ મિગ ૨૯ને અપગ્રેડ કરી તેની તાકાત અને સ્પીડને વધારી દેવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે ચીન અને પાકિસ્તાન ઉપર વધારે નજીકના અંતરથી નજર રાખી શકાશે. મિગ-૨૯ યુદ્ધવિમાનોને અપગ્રેડ કરવામાં આવ્યા બાદ ભારતની ક્ષમતામાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ફાઇટર વિમાનોની કમીના પરિણામ સ્વરુપે મિગને વધુ શક્તિશાળી બનાવી દેવામાં આવ્યા છે. અદમપુર એરફોર્સ સ્ટેશન પર તૈનાત ફ્લાઇટ લેફ્ટીનન્ટ કરણ કોહલીએ માહિતી આપતા કહ્યું છે કે, રશિયા દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનમાં હવે હવામા જ ફ્યુઅલ ભરવા માટેની ક્ષમતા રહેશે. આ એરક્રાફટ મારફતે હવે એક સાથે એકથી વધુ દિશાઓમાં હુમલા કરી શકાશે. પોતાના જુના વર્જનને અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે. આ યુદ્ધ વિમાન ચીન અને પાકિસ્તાન ઉપર નજર રાખવા માટે ખુબ ઉપયોગી સાબિત થશે. પોતાના જુના વર્જનમાં પણ આ વિમાને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન મિગ-૨૯ પાકિસ્તાની સેના ઉપર જીત મેળવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. છેલ્લા સપ્તાહમાં અદમપુર એરફોર્સ સ્ટેશન ઉપર મિગ-૨૯ના અપગ્રેડ વર્જનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આનો ઉપયોગ આવતીકાલના દિસે થનાર એરપોર્ટ ડે ઉપર પણ કરવામાં આવશે. લેફ્ટીનન્ટ કોહલીએ કહ્યું હતું કે, મિગ-૨૯માં મલ્ટીફંકક્શન ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે. ૧૨મી સપ્ટેમ્બરના દિવસે ભારતીય હવાઇદળના પ્રમુખ એરચીફ માર્શળ બીએસ ધનોવાએ કહ્યું હતું કે, ફોર્સ ફાઇટર વિમાનોની કમીથી પરેશાન છે. હવાઇ દળના પ્રમુખે કહ્યું હતું કે, ફોર્સની પાસે હાલમાં ૩૧ સ્કોડ્રોન છે જ્યારે જરૂર ૪૨ની છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ એરપોર્ટ સ્ટેશન અદમપુર ખુબ મહત્વપૂર્ણ છે. જે પાકિસ્તાનથી ૦૦ કિમી અને ચીનથી ૨૫૦ કિમીના અંતરે છે. હવે અપગ્રેડેડ મિગ-૨૯ તૈનાત કરવામાં આવનાર છે. ભારતીય હવાઈ દળના મિગ-૨૯ના ત્રણ સ્કોડ્રોન હાલમાં ઓપરેશનમાં છે જેમાંથી બે અદમપુર એરફોર્સ સ્ટેશન પર છે. એક સ્કોડ્રોનમાં ૧૬થખી ૧૮ વિમાનો હોય છે. કોહલીએ માહિતી આપતા કહ્યું હતું કે, આ વિમાનો ભારતીય હવાઈ સ્પેશમાં જો કોઇ વિમાન ઘુસી જાય તો માહિતી મળતાની સાથે જ પાંચ મિનિટની અંદર જ ઉંડાણ ભરી શકે છે. મિગ ઉંડાણ ભરનાર એક પાયલોટે કહ્યું હતું કે, મિગ-૨૯ના અપગ્રેડેડ વર્ઝનમાં તેની રેંજને મજબૂત કરવામાં આવી છે. આના મારફતે હવાથી હવા, હવાથી જમીન અને એનેટી શિપિંગ ઓપરેશન સરળતાથી હાથ ધરી શકાશે. મિગ-૨૯ના અપગ્રેડ વર્ઝનમાં તમામ આધુનિક ફિચર રાખવામાં આવ્યા છે. ગ્લાસકોપકિટ, ડિજિટલ સ્ક્રીનની સુવિધા છે.

Related posts

नरेन्द्र मोदी कैबिनेट में नहीं होंगे अरुण जेटली

aapnugujarat

પાકિસ્તાન દ્વારા રાહુલ માટે ચૂંટણી પ્રચાર શરૂ : સંબિત પાત્રા

aapnugujarat

कर्नाटक विधानसभा चुनाव : टिकट को लेकर बवाल, हार सकती है पार्टी : कांग्रेस नेता के. रहमान खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1