Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રૂપા ગાંગુલીનાં બચાવમાં ભાજપઃ તૃણમુલે ફરિયાદ દાખલ કરાવી

પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ભાજપનાં સાંસદ રૂપા ગાંગુલીનાં વિવાદિત નિવેદન બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓનાં દુષ્કર્મ અંગે વિવાદિત ટીપ્પણી બાદ એક મહિલાની ફરિયાદ બાદ રૂપા ગાંગુલી વિરુદ્ધ નોર્થ ૨૪ પરગના જિલ્લામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
શુક્રવારે પશ્ચિમ બંગાળની કાયદો અને વ્યવસ્થા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. મમતા સરકારની આલોચનાં કરતા તેમણે કહ્યું કે હું તૃણમુલને સપોર્ટ કરનારી તમામ પાર્ટીનાં નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાની પુત્રવધુ અને પુત્રીઓ, ભાભીઓ અને પત્નીઓને મમતાજીની મેહમાનનવાઝી વગર રાજ્યમાં રહેવા માટે મોકલે.
જો ૧૫ દિવસમાં દુષ્કર્મ થયા વગર રહે તો આવીને મને જણાવો. રૂપા ગાંગુલીનાં નિવેદન અંગે વળતો હૂમલો કરતા તૃણમુલ કોંગ્રેસનાં નેતા સેવનદેબ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે રૂપા ગાંગુલી દેશને જણાવે તે પશ્ચિમ બંગાળમાં તેમનો કેટલી વખત બળાત્કાર થયો છે.
રૂપાએ કહ્યું કે તૃણમુલ સરકારમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી ગયા છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષીત નથી. રૂપા થોડા દિવસો પહેલા જ ઉત્તર ૨૪ પરગના જિલ્લાનાં બશીરહાટ તથા બાદુડિયામાં ભડકેલી હિંસા બાદ ભાજપનાં નેતાઓ સાથે મુલાકાત પર જઇ રહી હતી.

Related posts

ઇસરોએ એમેજોનિયા સહિત ૧૮ સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા

editor

ઓગસ્ટા કાંડ : ઈડી ચાર્જશીટમાં ફેમિલી-એપીની સંડોવણી દેખાઈ : વડાપ્રધાન મોદી

aapnugujarat

ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન મકાનની લિફ્ટ તૂટતાં ચારનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1