Aapnu Gujarat
શિક્ષણ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત : સર્વેક્ષણ

અમેરિકામાં તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં એક મહત્વની વાત સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પોતાના ભણતરને લઈને મોટી ચિંતા છે. જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા તેમજ તેમને જે સહજ રૂપથી લેવામાં આવી રહ્યા છે તેની ચિંતા મૂંઝવી રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના છ મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવેશ ઉપર રોક લગાવવાના કાર્યકારી આદેશને જૂનમાં અસ્થાયી રૂપથી સાચા સાબિત કર્યા છે તેવુ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (આઈઆઈએ)નું માનવુ છે, જેથી હવે અંતિમ નિર્ણય શું હશે તે એક ચિંતાનુ કારણ છે.
સર્વેક્ષણ અનુસાર લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેનાથી અમેરિકાની અર્થવ્યવસ્થામાં ૩૬ અરબ ડોલરથી વધારેનું યોગદાન થઈ રહ્યુ છે. આઈઆઈઈ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપીને અર્થવ્યવસ્થામાં યોગદાન કરી છે અને તકો ઉપલબ્ધ કરાવીને શાંતિપૂર્ણ અને સમાન સમાજ નિર્માણની દિશામાં ગેરલાભકારી કાર્ય કરવાવાળુ સંગઠન છે. આઈઆઈઈએ કહ્યું કે સર્વેક્ષણના પરિણામ પશ્ચિમ એશિયા અને ભારતના વિદ્યાર્થીઓના દાખલાના સંબંધમાં ચિંતા દર્શાવે છે. ૩૧% શૈક્ષણિક સંસ્થાઓને ચિંતા છે કે પ્રવેશની રજૂઆતનો સ્વીકાર કરવાવાળા પશ્ચિમ એશિયાના વિદ્યાર્થીઓ કેમ્પસ પહોંચ્યા નહિં. જ્યારે ૨૦% સંસ્થાઓને એ વાતની ચિંતા છે કે કદાચ ભારતીય વિદ્યાર્થીઓ પહોંચ્યા નથી.

Related posts

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવણી કરાઈ

aapnugujarat

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

aapnugujarat

દિયોદરના ભેંસાણા ગામની રખમા ચૌધરીએ ક્લાસ-૨ પરીક્ષા પાસ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1