Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીના હસ્તે રૂા. ૭૦.૨૦ લાખના ખર્ચે ૨૮૨૫ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયાણરનું વિતરણ

ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજનાના ૧૦ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પૈકી કૃષિ વિકાસ માટેની યોજનાઓનો મહત્તમ લાભ લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરી બાગાયતી-શાકભાજીના પાકો-સોઇલહેલ્થ કાર્ડ, સુધારેલ ખાતર-બિયારણ વગેરેનો લાભ લઇ કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતપધ્ધતિથી વધુ ઉપજ મેળવવાની હિમાયત કરી હતી.

રાજ્યમંત્રીશ્રી તડવી ગઇકાલે રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પ્રાયોજના વહિવટદાર કચેરી દ્વારા ડી-સેગ અને જીએસએફસી એગ્રોટેક લિ.ના સંયુક્ત ઉપક્રમે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ૨૦૧૭-૧૮ ના વર્ષના લાભાર્થી ખેડૂતોને ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરતા બોલી રહ્યાં હતા. મંત્રીશ્રીના હસ્તે પ્રારંભાયેલા વિતરણ હેઠળ જિલ્લાના ૨૮૨૫ આદિજાતિ ખેડૂતોને રૂા.૭૦.૬૨ લાખના ખર્ચે ખાતર બિયારણ વિતરણ હાથ ધરાયું છે. ૦ થી ૨૦ સ્કોર ધરાવતા અને એફ.આર.એ.ની. સનદ ધરાવતા લાભાર્થીઓના લાભાર્થી ફાળાદીઠ રૂા. ૫૦૦/- ની સામે અંદાજે રૂા. ૨૫૦૦/- થી રૂા. ૩૦૦૦/- ની કિંમતના આ ખાતર-બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સદરહું યોજના હેઠળ શાકભાજીમાં કારેલા, દુધી, ટામેટા, ભીંડા અને રીંગણના બિયારણ તેમજ યુરીયા, ડીએપી અને પોટાશ ખાતર પણ પુરૂ પાડવામાં આવે છે. આ પ્રસંગે પ્રાયોજના વહિવટદારશ્રી ડી.કે. બારીયા, જીએસએફસીના રીજીયોનલ મેનેજરશ્રી એન.જી.જાદવ, જીએસએફસી એગ્રોટેક લિ.ના શ્રી ગીરીશભાઇ વી., હિસાબી અધિકારીશ્રી એસ.સી.ભૂસારા તેમજ લાભાર્થી ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રારંભમાં પ્રાયોજના વહિવટદાર કચેરીના મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આર.બી. વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું અને અંતમાં રાજપીપલા જીએસએફસીના ડેપો મેનેજરશ્રી ગોરધનભાઇ વેગડાએ આભારદર્શન કર્યું હતું.

Related posts

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

गुजरात कांग्रेस ने किसान व बेरोजगारी के मुद्दे पर रुपाणी सरकार को घेरा

editor

દિવાળી તહેવારને લઈ એસટી વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1