Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મુંબઈ હુમલામાં સામેલ આતંકીને પાકિસ્તાનની કોર્ટે છોડી મૂક્યો

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ લશ્કરે તોઈબાના આતંકીને પાકિસ્તાનની અદાલતે પુરાવા નહિ હોવાનું જણાવી જામીન પર મુક્ત કર્યો છે. આ આંતકીનુ નામ સુફયાન ઝફર છે. અત્રે ઉલ્લેખનીય મુંબઈ હુમલામાં સામેલ લશ્કરના કમાન્ડર ઝકીર રહેમાન લખવીને બે વર્ષ પહેલાં જ જામીન મળી ગયા છે.
આ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ હાલ કસ્ટડીમાં છે. નવ વર્ષ પહેલાં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં કેટલાંક વિદેશી સહિત ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં.
દરમિયાન આ કેસમાં પાક.ની એક કોર્ટે સમાચાર એજન્સીને જણાવ્યું કે લશ્કરના આતંકી સુફયાન ઝફરની ગત વર્ષે મુંબઈના હુમલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં તેની વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળતાં કોર્ટે તેને જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો છે. જાફર વિરુદ્ધ તાજેતરમાં જ રાવલપિંડીની અદિયાલા જેલમાં સુનાવણી કરવામાં આવી હતી. પરંતુ જજને લાગ્યું હતું કે તેની સામે કોઈપણ પ્રકારના પુરાવા તપાસ એજન્સી રજૂ કરી નથી શકી. તેથી ઝફરને જામીન આપવા કોર્ટે નિર્ણય કર્યો છે.દરમિયાન આ મામલે તપાસ કરતી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે હાલ અમારી પાસે ઝફર વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જો પુરાવા મળે તો તે આ હુમલામાં સામેલ હોવાનું માની શકાય. આ કેસમાં લખવી, અબ્દુલ વાજિદ, મઝહર ઈકબાલ, હમદ, અમીન સાદિક, શાહિદ જમીલ રિયાઝ, જમીલ અહમદ, અને યુનિસ અંજુમ આરોપી છે.

Related posts

अलीबाब के फाउंडर जैक मा 2 महीने से हैं लापता!

editor

દેવાળિયા થવાની અણી પર આપણો દેશ : ઇમરાન ખાન

aapnugujarat

अमेजन के CEO जेफ बेजोस ने लिया सबसे मंहगा तलाक, अब पत्नी आधी रकम करेगी दान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1